Home / World : 'I am ready to step down as President of Ukraine.' Zelensky puts condition America

'હું યુક્રેન પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું.' ઝેલેન્સ્કીએ અમેરિકા સામે મુકી આ શરત

'હું યુક્રેન પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું.' ઝેલેન્સ્કીએ અમેરિકા સામે મુકી આ શરત

યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ અમેરિકા પછી યુરોપની મુલાકાત લીધી હતી. યુરોપમાં થયેલી બેઠક બાદ તેમનું અમેરિકા પ્રત્યેનું વલણ નરમ પડતું જણાય છે. તેમણે રવિવારે કહ્યું કે હું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધો સુધારવા તૈયાર છું, પરંતુ વાતચીત બંધ દરવાજા પાછળ થવી જોઈએ. જો અમને સુરક્ષાની ગેરંટી મળે અને યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો હું યુક્રેન પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુક્રેન ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર

વોલોદીમિર ઝેલેન્સકીએ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા સાથેના શાંતિ કરારમાં યુક્રેન પોતાનો પ્રદેશ છોડશે નહીં. આ ઉપરાંત તે અમેરિકા સાથે ખનિજ સોદો કરવા માટે પણ તૈયાર છે. તેમણે રવિવારે બ્રિટિશ મીડિયાને આ માહિતી આપી અને સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ તેનો પુનરોચ્ચાર કર્યો.
 

સોશિયલ  મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'અમે ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છીએ અને આ સુરક્ષા ગેરંટી તરફનું પહેલું પગલું હશે. જોકે આ પૂરતું નથી અને અમને ઘણું બધું જોઈએ છે. સુરક્ષા ગેરંટી વિના યુદ્ધવિરામ યુક્રેન માટે ખતરનાક છે. અમે ત્રણ વર્ષથી લડી રહ્યા છીએ અને યુક્રેનિયન લોકોને જાણવાની જરૂર છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અમારી પડખે છે.'

ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ

ઉલ્લેખનીય છે કે, યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને ટ્રમ્પે ઝેલેન્સકીને ઠપકો આપ્યો હતો.

Related News

Icon