Home / World : 'If necessary, we will bomb Iran's nuclear site again...', Trump said in the Senate

'જરૂર પડશે તો અમે ઈરાનના પરમાણુ સ્થળ પર ફરીથી બોમ્બ ફેંકીશું... ', સેનેટમાં બોલ્યા ટ્રમ્પ

'જરૂર પડશે તો અમે ઈરાનના પરમાણુ સ્થળ પર ફરીથી બોમ્બ ફેંકીશું... ', સેનેટમાં બોલ્યા ટ્રમ્પ

Donald Trump vs Iran News : મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થયો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ ક્ષેત્રમાં ફરી શાંતિ સ્થાપિત થઈ છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ઈરાનના પરમાણુ સ્થળોનો હવાઈ હુમલા દ્વારા સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો અમે ફરી ઈરાન પર હુમલો કરવામાં ખચકાઈશું નહીં. જો ઈરાન ભવિષ્યમાં ફરી સંવેદનશીલ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરશે તો અમેરિકા તેના પર એટેક કરશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગાઝા અંગે મોટી જાહેરાત.... 

ટ્રમ્પે એ દાવાઓને પણ ફગાવી દીધા હતા કે ઈરાનના પરમાણુ સ્થળોને એટલું નુકસાન થયું નથી જેટલો તે દાવો કરી રહ્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી અથવા અન્ય કોઈ પ્રતિષ્ઠિત સ્ત્રોત દ્વારા ઈરાનના પરમાણુ સ્થળોના નિરીક્ષણને સમર્થન આપ્યું છે. આ દરમિયાન ટ્રમ્પ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ 15 દિવસમાં સમાપ્ત થઈ જશે. અમેરિકનપ્રમુખ ટ્રમ્પ અને ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ ગાઝામાં યુદ્ધ બંધ કરવા અને અબ્રાહમ એકોર્ડનો વિસ્તાર કરવા સંમત થયા છે. યુએઈ અને ઇજિપ્તના સહયોગથી ઈઝરાયલના નેતૃત્વમાં ગાઝામાં સરકાર ચલાવવાની પણ વાત થઈ છે.

ખામેનેઈ વિશે શું કહ્યું ટ્રમ્પે? 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું જો ઈરાન ચિંતાજનક સ્તર સુધી યુરેનિયમ સંવર્ધન કરશે તો તો અમારા માટે ચિંતાનો વિષય છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હું ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની ટિપ્પણીઓનો ટૂંક સમયમાં જવાબ આપવાનું વિચારી રહ્યા છે. હકીકતમાં, યુદ્ધવિરામ પછી ખામેનેઈએ કહ્યું હતું કે ઈરાને કતારમાં અમેરિકન સૈન્ય મથકનો નાશ કર્યો છે. આ અમેરિકાના મોઢા પર તમાચો છે.

 

Related News

Icon