
મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં ભૂકંપના ભારે આંચકાને પગલે ઢાકા અને ચટગાંવ સહિત અનેક શહેરો હચમચી ગયા હતા. જોકે હજુ સુધી કોઈ મોતનો આંકડો સામે આવ્યો નથી.
બાંગ્લાદેશની સરહદે જ હતું ભૂકંપનું કેન્દ્ર
બાંગ્લાદેશના હવામાન વિભાગના જણાવ્યાનુસાર શુક્રવારે બપોરના સમયે 12:25 વાગ્યે ઢાકા સહિત દેશના વિવિધ ભાગોમાં રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશની સરહદે મ્યાનમારના માંડલેમાં હતું. જોકે ઢાકાથી ભૂકંપનું કેન્દ્ર લગભગ 597 કિ.મી. દૂર હતું. આ ભૂકંપની તીવ્રતા ભારે હોવાને કારણે તેને મોટા ભૂકંપની શ્રેણીમાં ગણવામાં આવશે.
https://twitter.com/narendramodi/status/1905534514505678980
પીએમ મોદીએ કર્યું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ બાદ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ અંગે ચિંતિત છું. બધા સુરક્ષિત રહે તેવી મારી પ્રાર્થના છે. અમે દરેક સંભવ મદદ માટે તૈયાર છીએ. અમે આ મામલે તંત્રને એલર્ટ રહેવા કહ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયને કહ્યું છે કે તે આ મામલે મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારના સંપર્કમાં રહે. તમામ સુરક્ષિત રહે તેવી કામના.