Home / World : Indian-origin Kash Patel takes a dig at Elon Musk:

ભારતીય મૂળના FBI ચીફ કાશ પટેલે એલન મસ્ક સાથે લીધો પંગો: ફેડરલ કર્મચારીઓને આપ્યો આવો આદેશ 

ભારતીય મૂળના FBI ચીફ કાશ પટેલે એલન મસ્ક સાથે લીધો પંગો: ફેડરલ કર્મચારીઓને આપ્યો આવો આદેશ 

FBI એટલે કે ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ચીફ કાશ પટેલ અને DOGE સંભાળી રહેલા એલન મસ્કમાં અણબનાવ નજર આવી રહ્યો છે. તાજેતરમાં જ પટેલે FBI કર્મચારીઓને મસ્કના ઈમેઈલનો જવાબ હાલ ન આપવા માટે કહ્યું છે. મસ્કે સંઘીય કર્મચારીઓના મોકલેલા ઈમેઈલમાં તેમના કામનો હિસાબ માગ્યો હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મસ્કને DOGE દ્વારા સરકારના ખર્ચા પર લગામ લગાવવાનું કામ સોંપ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તમામ જવાબ અત્યારે રોકી દો

રિપોર્ટ અનુસાર પટેલે સ્ટાફને કહ્યું કે, 'FBI કર્મચારીઓએ OPM થી શક્ય છે કે એક મેઈલ મળ્યો હોય જેમાં જાણકારી માગવામાં આવી છે. અમારી તમામ સમીક્ષા પ્રક્રિયાઓનું કાર્ય ડાયરેક્ટરના કાર્યાલય દ્વારા કરવામાં આવે છે. અમે FBI પ્રક્રિયાઓ હેઠળ સમીક્ષા કરીશું. જ્યારે પણ આગળ જાણકારીની જરૂર હશે, અમે સંપર્ક કરીશું. હાલ પોતાના તમામ જવાબ અત્યારે રોકી દો.'

મસ્કનો મેઈલ

અમેરિકામાં હજારો સંઘીય કર્મચારીઓને એ જણાવવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે કે તેમણે ગયા અઠવાડિયે શું કામ કર્યું. મસ્કે શનિવારે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી. મસ્કે એક્સ પર પોતાની પોસ્ટમાં કહ્યું, 'રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર તમામ સંઘીય કર્મચારીઓને ટૂંક સમયમાં જ એક ઈમેઈલ મોકલવામાં આવશે જેમાં તેમને એ સમજાવવાની વિનંતી કરવામાં આવશે કે ગયા અઠવાડિયે તેમણે શું કર્યું.' મસ્કે પોતાની પોસ્ટમાં કહ્યું, 'જવાબ ન આપવાને રાજીનામું માનવામાં આવશે.'

તેના થોડા સમય બાદ સંઘીય કર્મચારીઓને ત્રણ-લાઈનનો એક ઈમેઈલ મળ્યો. જેમાં લખ્યું હતું: 'મહેરબાની કરીને આ ઈમેઈલનો જવાબ લગભગ પાંચ પોઈન્ટ્સમાં આપો કે તમે ગયા અઠવાડિયે શું કામ કર્યું તથા પોતાના મેનેજરને પણ તેની કોપી મોકલો.'

મસ્કની ટીમના આ આદેશથી રાષ્ટ્રીય હવામાન સેવા અને વિદેશ મંત્રાલય સહિત ઘણી એજન્સીઓમાં અફરાતફરીનો માહોલ બની ગયો છે. વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે રાત્રે મેસેજની પ્રામાણિકતાને સાબિત કરવા માટે કામ કર્યું અને અમુક મામલે તેમણે પોતાના કર્મચારીઓને જવાબ ન આપવાનો આદેશ આપ્યો.

ટ્રમ્પ તંત્રના કાર્યકાળના પહેલા મહિનામાં જ હજારો સરકારી કર્મચારીઓને સંઘીય કાર્યબળથી બહાર કરી દેવાયા છે. અમેરિકાના પ્રમુખના સત્તાવાર આવાસ અને કાર્યાલય વ્હાઈટ હાઉસ અને મસ્કના તથાકથિત સરકારી દક્ષતા વિભાગે નવા અને જૂના કર્મચારીઓને નોકરીથી કાઢી મૂક્યા છે.

 

Related News

Icon