Home / World : Indian youth killed while trying to enter Israel illegally, shot dead by security forces

ઈઝરાયલમાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કરતા ભારતીય યુવકની હત્યા, સુરક્ષાદળે ગોળી મારી દીધી  

ઈઝરાયલમાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કરતા ભારતીય યુવકની હત્યા, સુરક્ષાદળે ગોળી મારી દીધી  

કેરળના એક વ્યક્તિની જોર્ડન બોર્ડર પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ સંબંધમાં તેના પરિવારને અમ્માનમાં હાજર ભારતીય દૂતાવાસનો એક પત્ર મળ્યો છે. પત્ર અનુસાર યુવક ત્રણ અન્ય લોકોની સાથે પર્યટક વિઝા પર જોર્ડન ગયો હતો. તેને સુરક્ષા દળોએ ગોળી મારી દીધી છે. આરોપ લાગ્યો છે કે આ ત્રણેય શખ્ય ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. મૃતકની ઓળખ થૉમસ ગેબ્રિયલ પરેરા તરીકે થઈ. તેની ઉંમર 47 વર્ષની હતી અને તિરુવનંતપુરમની પાસે થુંબાનો રહેવાસી હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મૃતકની સાથે હાજર 43 વર્ષીય એડિસન નામની એક અન્ય વ્યક્તિને પણ ગોળી વાગી હતી. જોકે તે ઠીક થઈ ગયો. થુંબાનો જ મૂળ રહેવાસી એડિસન પણ બે દિવસ પહેલા કેરળમાં પોતાના ઘરે પહોંચ્યો. આ ઘટના 10 ફેબ્રુઆરીની છે. થૉમસ અને એડિસન બંને માછીમાર સમુદાયથી હતાં અને ઓટોરિક્ષા ચલાવવાનું કામ કરતાં હતાં.


મળતી માહિતી અનુસાર, મૃતકના પરિવારજનોને જોર્ડનના અમ્માનમાં ભારતીય દૂતાવાસથી એક પત્ર મળ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે થૉમસ અને એક અન્ય વ્યક્તિ ગેરકાયદેસર રીતે કરકક જિલ્લામાં જોર્ડન બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે ચેતવણી સાંભળી નહીં. સુરક્ષા કર્મચારીઓએ તેની પર ગોળીઓ ચલાવી દીધી. એક ગોળી થોમસના માથામાં વાગી અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. બાદમાં તેના મૃતદેહને સ્થાનિક હોસ્પિટલ મોકલી દેવાયા. વેરિફિકેશન બાદ મૃતદેહને ભારત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે.

 


5 ફેબ્રુઆરીએ પર્યટક વિઝા પર ગયા હતાં જોર્ડન. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મૃતકના મૃતદેહ અને ખાનગી સામાનને લઈ જવામાં થોડો ખર્ચ આવશે, જે ટૂંક સમયમાં મોકલવામાં આવશે. પત્રમાં પરિવારથી મૃતકના ઓળખ પત્રની ડિટેલ શેર કરવા માટે કહેવામાં આવ્યું છે. કેરળમાં થૉમસ અને એડિસનના પરિવારોએ કહ્યું કે 'આ બંને તે ચાર લોકોમાં સામેલ હતાં જે 5 ફેબ્રુઆરીએ પર્યટક વિઝા પર જોર્ડન ગયા હતાં. જોર્ડનમાં કામ કરનાર એક કેરળવાસીએ તેમની મદદ કરી.'

જોર્ડનના કરક પ્રાંતની સરહદ પશ્ચિમમાં મૃત સાગર, પૂર્વમાં માઆન પ્રાંત અને ઉત્તરમાં મદાબા અને રાજધાની પ્રાંતથી લાગે છે. જોર્ડન 12 પ્રાંતોમાં વહેંચાયેલું છે. થોમસના એક સગા-વ્હાલાએ કહ્યું કે અમને જણાવાયું છેકે ઈઝરાયલ તરફ વધવાનો પ્રયત્ન કરતી વખતે અમને સેનાએ ગોળી મારી દીધી. ગૂગલ મેપથી ખબર પડી કે કરકની પાસે જોર્ડનની સરહદ અને ઈઝરાયલની સરહદની વચ્ચે સૌથી નજીક બિંદુ મૃત સાગરની પાસે છે.

Related News

Icon