Home / World : Iran retaliates against Israel, 6 killed, over 130 injured in missile attack

VIDEO: ઈરાને ઈઝરાયલ પર કર્યો વળતો પ્રહાર, મિસાઈલ હુમલામાં 6ના મોત, 130થી વધુ ઈજાગ્રસ્ત

VIDEO: ઈરાને ઈઝરાયલ પર કર્યો વળતો પ્રહાર, મિસાઈલ હુમલામાં 6ના મોત, 130થી વધુ ઈજાગ્રસ્ત

ઈરાનને પરમાણુ કરાર કરવા મજબૂર કરવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકાએ ઈઝરાયલ મારફતે ઈરાન વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરાવી દીધી છે ત્યારે આ ભીષણ યુદ્ધના પરિણામો જોવા મળી રહ્યા છે. ઈઝરાયલ ઈરાનના પરમાણુ અને ઓઈલ ક્ષેત્રોને નિશાન બનાવી ભીષણ હુમલા કરી રહ્યું છે. જેની સામે ઈરાને પણ પીછેહઠ ન કરતાં બેલેસ્ટિક અને સુપરસોનિક જેવી ખતરનાક મિસાઈલોનો મારો ચલાવ્યો છે. 
 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તેલ અવીવ અને હાઇફા શહેરને ઈરાને કર્યા ટારગેટ 

ઈઝરાયલની રાજધાની ગણાતી તેલ અવીવમાં તથા હાઈફા શહેરમાં ઈરાને ભયાનક હુમલા શરૂ કર્યા છે. પહેલા ડ્રોન અને પછી બેલેસ્ટિક તથા સુપરસોનિક જેવી ઘાતક મિસાઈલો વડે ઈરાને ઈઝરાયલમાં અફરાતફરી મચાવી દીધી છે. ઈરાને પ્રોજેક્ટાઈલ વડે પણ હુમલા કરી તેલ અવીવ અને હાઇફા શહેરને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 6 ઈઝરાયલીઓના મોત તથા 130 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. 


 
ઈઝરાયલે ઈરાનના ઓઈલ ડેપોને બનાવ્યું નિશાન 

બીજી બાજુ ઈઝરાયલે ઈરાનમાં શનિવારે રાતે ભીષણ બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયલની મિસાઈલોએ રાજધાની તહેરાનની ઉત્તર પશ્ચિમે શાહરાન શહેરમાં ઓઈલ ડેપોને નિશાન બનાવી હુમલા કર્યા હતા. જેના બાદ ભીષણ આગના દૃશ્યો સામે આવ્યા હતા. 

Related News

Icon