Home / World : Iran strikes Israel with drones and ballistic missiles at midnight, closes Lebanon-Jordan airspace

અડધી રાત્રે ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો, લેબનોન- જોર્ડને બંધ કરી એરસ્પેસ

અડધી રાત્રે ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો, લેબનોન- જોર્ડને બંધ કરી એરસ્પેસ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો વધતો તણાવ લગભગ યુદ્ધ સુધી પહોંચી ગયો છે. ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન હુમલો કર્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે ઈરાને 100થી વધુ ડ્રોન અને 200થી વધુ બેલેસ્ટિક મિસાઈલો વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ઈઝરાયેલે તેની એર સ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ઘણા શહેરોમાં એલર્ટ સાયરન વગાડવામાં આવી રહ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

ઈઝરાયેલની વાયુસેના અને નૌકાદળને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. હુમલાની માહિતી મળતા જ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તરત જ યુદ્ધ બેઠક બોલાવી હતી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ સિવાય લેબનોન અને જોર્ડને પણ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈરાનના હુમલા પછી IDF એ એક વીડિયો સંદેશ જાહેર કર્યો જેમાં કહ્યું કે, “IDF તેના સહયોગીઓ સાથે અને તમામ શક્તિ સાથે ઈઝરાયેલની રક્ષા કરવા માટે તૈયાર છે.”

?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1779307502536134723%7Ctwgr%5Ecd53b0ec59179e0f76c5fb53a2a039f5bc090171%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Firan-launches-drone-attack-on-israel-idf-on-high-alert-india-gujarati-news%2F

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે બ્રિટન ઈઝરાયેલની સુરક્ષા માટે ઊભું રહેશે. સુનાકે જણાવ્યું હતું કે બ્રિટન તેના સાથી દેશો સાથે પરિસ્થિતિને સામાન્ય કરવા તાત્કાલિક કામ કરી રહ્યું છે.

ઈરાને 100થી વધુ ડ્રોન લોન્ચ કર્યાનો ઈઝરાયલના ડિફેન્સ ફોર્સનો દાવો

ઈઝરાયલના ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે ઈરાને 100થી વધુ ડ્રોન લોન્ચ કર્યા છે. ઈઝરાયેલની વાયુસેના ડ્રોન પર નજર રાખી રહી છે અને આવનારા સમયમાં ઈરાન તરફથી હુમલા માટે અમે સંપૂર્ણ રીતે જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

ઈરાક-સીરિયા બોર્ડર પર કેટલાક ડ્રોન તોડી પાડ્યા

IDFએ કહ્યું કે જે ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા છે તેને ટ્રેક કરવામાં આવી રહ્યા છે.જોકે, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ કથિત રીતે પ્રથમ તબક્કામાં તેમને રોકવા માટે કામ કરી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર યુએસ અને બ્રિટિશ યુદ્ધ વિમાનોએ ઈરાક-સીરિયા સરહદ વિસ્તારમાં કેટલાક ઈરાની ડ્રોનને તોડી પાડ્યા છે.

નેતન્યાહુ સરકારે ઈઝરાયેલમાં સામાન્ય લોકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે. ઉત્તરીય ગોલાન હાઇટ્સ, દક્ષિણ ઇઝરાયેલમાં નેવાટિમ વિસ્તાર, ડિમોના અને ઇલાતના રહેવાસીઓને આગામી સૂચના ન મળે ત્યાં સુધી બોમ્બ આશ્રયસ્થાનોની નજીક રહેવાની સૂચના આપવામાં આવી છે.

યુએનમાં ઈરાનના હુમલાને લઈને બેઠક

હુમલાને જોતા મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈઝરાયેલના પશ્ચિમી સહયોગીઓ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈરાની હુમલાની નિંદા કરી છે. ઈઝરાયેલની માંગ પર રવિવારે સાંજે 4 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાવા જઈ રહી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ઈઝરાયેલને મદદ કરવા જઈ રહ્યું છે. સાથે જ ઈઝરાયેલના અધિકારીઓએ કહ્યું છે કે ઈરાનના હુમલાનો ચોક્કસપણે બદલો લેવામાં આવશે.

ઈઝરાયેલ પર હુમલા બાદ ઈરાને શું કહ્યું?

ઈરાને કહ્યું છે કે આ હુમલો ઈઝરાયેલના ગુનાઓની સજા તરીકે કરવામાં આવ્યો હતો. તે દમાસ્કસમાં ઈઝરાયેલના હુમલાનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેમાં બે કમાન્ડર સહિત સાત સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને અમેરિકાને આ બાબતથી દૂર રહેવાની ચેતવણી આપતાં કહ્યું છે કે, “જો ઈઝરાયેલ બીજી ભૂલ કરશે તો ઈરાનનો હુમલો વધુ શક્તિશાળી હશે.”

Related News

Icon