Home / World : Iran's nuclear sites were not damaged at all, poll revealed in American report

B-2 બોમ્બરોનું થયું સુરસુરિયું! ઈરાનનું કંઈ ના બગાડી શક્યા, અમેરિકન રિપોર્ટમાં જ ખુલી પોલ

B-2 બોમ્બરોનું થયું સુરસુરિયું! ઈરાનનું કંઈ ના બગાડી શક્યા, અમેરિકન રિપોર્ટમાં જ ખુલી પોલ

US Airstrikes did not Destroy Iran Nuclear Plant: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પર કરેલી એરસ્ટ્રાઈકમાં ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન નામના ત્રણ ઈરાની પરમાણુ સ્થળો સફળતાપૂર્વક નાશ પામ્યા છે. જોકે યુએસ ગુપ્તચર રિપોર્ટ અનુસાર, હવાઈ હુમલાએ ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરી ન હતી, ફક્ત થોડા મહિનાઓ માટે તેને ધીમી પાડી દીધી હતી. પરંતુ વ્હાઈટ હાઉસે આ મૂલ્યાંકનને નકારી કાઢ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકન રિપોર્ટમાં શું દાવા કરવામાં આવ્યા છે જાણો 

અમેરિકન રિપોર્ટ મુજબ, અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓએ ઈરાનની પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરી ન હતી, પરંતુ તેની ક્ષમતાને ફક્ત થોડા મહિનાઓ માટે જ પાછળ ધકેલી દીધી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર 13,607 કિલોના બોમ્બ ફેંકીને પરમાણુ કાર્યક્રમનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે, અમેરિકન રિપોર્ટ મુજબ, ઈરાનની મોટાભાગની સુવિધાઓ ભૂગર્ભમાં હતી આથી અમેરિકાના બોમ્બથી વધુ નુકસાન થયું ન હતું. અમેરિકાના હુમલા છતાં, કેટલાક સેન્ટ્રીફ્યુજ હજુ પણ કાર્યરત સ્થિતિમાં છે અને ઈરાનના યુરેનિયમ ભંડાર ખતમ થયા નથી, તે સુરક્ષિત છે.

વ્હાઈટ હાઉસે આ રિપોર્ટનો ફગાવી દીધો

વ્હાઈટ હાઉસે આ મૂલ્યાંકન રિપોર્ટ ફગાવી દીધો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ કથિત મૂલ્યાંકન લીક થવું એ સ્પષ્ટપણે ડોનાલ્ડ ટ્રમ્પનું અપમાન કરવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને સફળતાપૂર્વક નષ્ટ કરવાના મિશનને પાર પાડનારા બહાદુર પાઇલટ્સને બદનામ કરવાનો પ્રયાસ છે. બધા જાણે છે કે જ્યારે તમે લક્ષ્ય પર 13,607 કિલોનો બોમ્બ ફેંકો છો ત્યારે શું થાય છે!'

 

Related News

Icon