
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને ધમકી આપી છે. પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે અમે સારી રીતે જાણીએ છીએ કે ઈરાનના કહેવાતા સુપ્રીમ લીડર ક્યાં છુપાયેલા છે. તે અમારા માટે ખૂબ જ સરળ ટાર્ગેટ છે. પરંતુ અત્યારે તે સુરક્ષિત છે કારણ કે અમે તેને હમણાં મારવા માંગતા નથી.
ટ્રમ્પએ એક અન્ય પોસ્ટમાં લખ્યું છે "શરતો વગર આત્મસમર્પણ!", અગાઉની ટિપ્પણીઓનું પુનરાવર્તન કર્યું જેમાં તેમણે ઈરાનને “સંપૂર્ણ શરણાગતિ” માટે હાકલ કરી હતી.
https://twitter.com/realDonaldTrump/status/1935016557224050887
https://twitter.com/realDonaldTrump/status/1935016621569179804
અગાઉ, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ફક્ત યુદ્ધવિરામ ઇચ્છતું નથી. અમેરિકા ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો વાસ્તવિક ઉકેલ ઇચ્છે છે. માત્ર યુદ્ધવિરામ જ નહીં, અમે વાસ્તવિક અંત ઇચ્છીએ છીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આખી દુનિયા ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી ચિંતિત છે. આ સંઘર્ષને કારણે, ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે અને વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ છે.