Home / World : Iran's Supreme Leader Ayatollah Ali Khamenei hides in bunker with family: War with Israel intensifies

ઈરાનના સુપ્રીમો આયાતુલ્લા અલી ખામેની પરિવાર સાથે બંકરમાં છુપાયા: ઇઝરાયેલ સાથે યુદ્ધ બન્યું તીવ્ર

ઈરાનના સુપ્રીમો આયાતુલ્લા અલી ખામેની પરિવાર સાથે બંકરમાં છુપાયા: ઇઝરાયેલ સાથે યુદ્ધ બન્યું તીવ્ર

મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું છે. ઇઝરાયેલ સતત ઈરાનના પરમાણુ અને મિસાઇલ ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. સોમવારે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી, દેશમાં મોટા વિસ્ફોટ થયા છે, જેના કારણે ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઈરાનના ફોર્ડો પરમાણુ સુવિધા નજીક આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી છે. ઈરાને ઇઝરાયેલ પર પણ અનેક હુમલા કર્યા છે. આ દરમિયાન, સમાચાર આવ્યા છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ પોતાને બચાવવા માટે બંકરમાં આશરો લીધો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈરાન ઈન્ટરનેશનલના એક અહેવાલ મુજબ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને તેમની સુરક્ષા માટે તેહરાનના એક ભૂગર્ભ બંકરમાં મોકલવામાં આવ્યા છે. સૂત્રોને ટાંકીને, અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન ખામેનીનો સમગ્ર પરિવાર પણ તેમની સાથે છે. તે જ સમયે, ખામેનીના પુત્ર મોજતબા, જેને તેમના અનુગામી માનવામાં આવે છે, તે પણ ઈરાની નેતા સાથે હાજર છે.

ખામેનીને મારવાની યોજના

અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીને મારવાની ઇઝરાયેલની યોજનાને વીટો કરી દીધી હતી. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે તાજેતરમાં જ અમેરિકાનો સંપર્ક કર્યો હતો અને પ્રસ્તાવ મૂક્યો હતો કે તેમણે ખામેનીને મારવાની વિશ્વસનીય યોજના બનાવી છે. જોકે, ટ્રમ્પે આ યોજનાને મંજૂરી આપી ન હતી. મળતી માહિતી મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે આ પગલું સંઘર્ષને વધુ ભડકાવી શકે છે.

224 ઈરાની નાગરિકો માર્યા ગયા

અગાઉ, ઈરાને સોમવારે કહ્યું હતું કે ગયા શુક્રવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાઓમાં અત્યાર સુધીમાં 224 ઈરાનીઓ માર્યા ગયા છે. આમાં ઈરાનના લશ્કરી વડા અને અનેક પરમાણુ અધિકારીઓનો સમાવેશ થાય છે. એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઈઝરાયેલે કહ્યું છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં 14 લોકો માર્યા ગયા છે. 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે ઈઝરાયેલે શુક્રવારે સવારે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું હતું, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન, ઈઝરાયેલે ઈરાનના ઘણા પરમાણુ, મિસાઈલ અને લશ્કરી માળખાને નિશાન બનાવ્યા હતા. ઈરાને પણ ઈઝરાયેલ પર અનેક હુમલા કર્યા છે.

ઈરાનનો યુદ્ધવિરામ પર વાટાઘાટો કરવાનો ઇનકાર

કર્યો દરમિયાન, એવા સમાચાર પણ બહાર આવ્યા છે કે ઈરાને યુદ્ધવિરામ પર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. એક અહેવાલ મુજબ, ઈરાને મધ્યસ્થી દેશો કતાર અને ઓમાન દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે ઇઝરાયલના હુમલાઓનો જવાબ આપ્યા પછી જ યુદ્ધવિરામ પર વિચાર કરશે. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે ઇઝરાયલી હુમલાઓ વચ્ચે ઈરાન કોઈ સમાધાન કરશે નહીં.

Related News

Icon