
પશ્ચિમ એશિયામાં સૈન્ય ટકરાવની આશંકા સતત વધતી જઇ રહી છે. સીરિયામાં ઇરાનના દૂતાવાસ પર શંકાસ્પદ ઇઝરાયેલની એરસ્ટ્રાઇક બાદ સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે. ઇરાને ડઝનો ડ્રોન અને મિસાઇલ સાથે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હવે ઇઝરાયેલ દ્વારા ઇરાન પર મિસાઇલ એટેક કરવાના સમાચાર સામે આવ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલી મિસાઇલે ઇરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યું છે. ઇરાનની ન્યુક્લિયર સાઇટ પર ત્રણ મિસાઇલ પડવાના સમાચાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલે ઇરાન પર મિસાઇલથી હુમલો કર્યો છે. કહેવામાં આવે છે કે ઇઝરાયેલે મિસાઇલ ઇરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવીને છોડવામાં આવી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું કે ઉત્તરી ઇઝરાયેલના અરબ અલ અરમાશેમાં ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યું છે. લોકો અને સ્થાનિક તંત્રને સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવે છે.
મહત્ત્વપૂર્ણ છે કે ઇઝરાયેલના સહયોગી દેશોએ ઇરાનના ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ તેલ અવીવને શાંતિ રાખવાની અપીલ કરી હતી.જોકે, ઇઝરાયેલે સ્પષ્ટ કહ્યું હતું કે તે નક્કી કરશે કે ઇરાનને ક્યારે અને કેવી રીતે જવાબ આપવો છે.
ન્યૂઝ એજન્સીએ એક અમેરિકન અધિકારીના હવાલાથી એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં ઇઝરાયેલી મિસાઇલોએ ઇરાનમાં એક જગ્યાએ હુમલો કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇરાનની સમાચાર એજન્સીએ કહ્યું કે ઇરાની શહેર ઇસાફહાનના એક એરપોર્ટ પર વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો પરંતુ તેનું કારણ હજુ સુધી ખબર પડી શકી નથી. ઇરાને એરપોર્ટ ક્ષેત્રમાં કેટલીક ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે.