Iran Attacks Israel with 100+ Missiles After Airstrike: મિડલ ઈસ્ટમાં જેનો ભય હતો એ જ થઈ રહ્યું છે, ઇઝરાયેલના હુમલા બાદ ઈરાનના વળતા પ્રહારથી વિશ્વ વધુ એક યુદ્ધના દરવાજે ઊભું છે. ઇઝરાયેલ દ્વારા ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક બાદ ઈરાને પણ ઇઝરાયલ પર મિસાઈલથી હુમલા શરૂ કર્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે.
તહેરાન ટાઈમ્સના અહેવાલ અનુસાર ઈરાને ઇઝરાયલ પર 100થી વધુ મિસાઇલથી હુમલો કર્યો છે. ઈરાન દ્વારા આ હુમલાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3’ નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ઇઝરાયેલ પર હુમલા મામલે ઈરાને શું કહ્યું?
IRGSએ સત્તાવાર નિવેદન જાહેર કરીકહ્યું છે, કે ‘ઇઝરાયેલે કરેલા હુમલાના જવાબમાં ઈરાને સશક્ત અને સટીક કાર્યવાહી કરી છે.’ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ સોશિયલ મીડિયા પર કહ્યું, કે ‘ઈરાનના લોકો અમારી સાથે છે. ઈરાની સશસ્ત્ર દળો ઇઝરાયલ પર જીત હાંસલ કરશે.’
બીજી તરફ ઇઝરાયેલની સેનાએ પણ ઈરાનના હુમલાની પુષ્ટિ કરતા કહ્યું છે કે અમે મિસાઇલોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આગામી નિર્દેશ સુધી ઇઝરાયેલના તમામ નાગરિકોને સુરક્ષિત સ્થાન પર આશ્રય લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઈરાને ભારે કિંમત ચૂકવવી પડશે.