
કોઈપણ દેશમાં અશાંતિ ફેલાઈ અને અંતર વિગ્રહો ચાલે ત્યારે બીજો દેશ તેના કેટલાક ભાગ ઉપર કબ્જો જમાવી દે તે તો ''આગુ સે ચલી આતી'' વાત છે. તે રીતે બેન્જામિન નેતન્યાહુએ સીરીયાના અંતર વિગ્રહ વિગ્રહનો લાભ લઈ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક તેવી ''ગૉલન હાઈટસ'' ઉપર પુરેપુરો કબ્જો જમાવી દીધો છે. વાસ્તવમાં 1974 માં થયેલા કરારો પ્રમાણે તે પર્વતીય પ્રદેશ બંને દેશો વચ્ચે ''બફર ઝોન'' તરીકે રાખવા કરારો થયા હતા છતાં ઈઝરાયલે તે વિસ્તાર ઉપર સંપુર્ણ કબ્જો જમાવી દીધો છે.
આ પુર્વે ગોલન-હાઈટસની તળેટીમાં (ઉપરના ભાગે) રહેલા સીરીયાની સૈનિક ટુકડીઓ ત્યાંથી ખસી દમાસ્કસ તરફ રવાના થઈ હતી. તેનો લાભ લઈ ઈઝરાયલી દળોએ સંપુર્ણ રીતે ''ગોલન હાઈટસ'' કબ્જે કરી છે.
આ પણ વાંચો : ક્યાંક મહિલાઓ તો ક્યાંક રાષ્ટ્રપતિ મહેલ પર કબજો, સત્તાપલટા બાદ સિરિયાના હાલ દર્શાવતા 5 ભયાનક VIDEO
આ માટે કારણ આપતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કહ્યું હતું કે ''સીરીયામાં ચાલતી અશાંતિને ધ્યાનમાં લઈ અમારે અમારી સલામતી માટે આ પગલું ભરવું પડયું છે. ત્યાં સુવ્યવસ્થિત સરકાર સ્થપાશે, ત્યાં સુધી જ અમે તે વિસ્તારમાં રહેશું પછી ખાલી કરી તેને ''બફર ઝોન'' તરીકે સ્વીકારી લેશું. ''
પરંતુ નેતાન્યુહૂના આ શબ્દો ઉપર કોઈ વિશ્વાસ કરે તેમ જ નથી. વાત સીધી અને સાદી છે. ઈઝરાયેલ હવે તે વ્યૂહાત્મક સ્થાન છોડવાનું જ નથી. અહીંથી તે સીરીયા ઉપર પુરેપુરી નજર રાખી શકે તેમ છે. નીચે મેદાનોમાં (સીરીયામાં મેદાનોમાં) શું બની રહે છે તેની ઉપર નજર રાખી શકીએ છીએ.