
હમાસના હુમલા બાદ ઈઝરાયેલ સતત તેના દુશ્મનો સાથે લડત આપી રહ્યું છે. ગાઝામાં હમાસ હોય છે હિજબુલ્લાહ, કે પછી ઈરાન હોય કે સીરિયા. તમામ મોરચે એક સાથે યુદ્ધ લડી રહ્યું છે. આવામાં ઈઝરાયેલ ના સુરક્ષા દળોએ ગાઝામાં ફરીથી હુમલા તેજ કરી દીધા છે. ગુરૂવારે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં મોતને ભેટેલાં લોકોની સંખ્યા 54 થી વધીને 68 થઈ ગઈ છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરૂવારે ઈઝરાયલી હુમલામાં 68 પેલેસ્ટાઇનના નાગરિકોના મૃત્યુ થયા છે. જેમાં મહિલાઓ, બાળકો અને બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલે કહ્યું કે, હુમલામાં હમાસના આતંકવાદી સુરક્ષા તંત્રના એક વરિષ્ઠ સભ્યને નિશાનો બનાવવામાં આવ્યો છે.
હમાસ દ્વારા ગાઝામાં ચલાવવામાં આવી રહેલાં આંતરિક મંત્રાલય અનુસાર, ઈઝરાયલની સેનાએ અલ-માવાસી જિલ્લામાં એક તંબૂ શિબિર પર હુમલો કર્યો. જેમાં 11 લોકોની મોત થઈ હતી. હુમલામાં DGP મહેમૂદ સલાહ અને તેમના સહયોગી હુસામ શાહવાનની મોત થઈ ગઈ છે.
તો વળી આવામાં ગુરુવારે (2 જાન્યુઆરી) રાત્રે ઈઝરાયેલે સીરિયાના અલેપ્પો શહેરના દક્ષિણ વિસ્તારમાં સ્થિત સીરિયન સેનાની જગ્યાઓ પર પણ બોમ્બમારો કર્યો હતો. સીરિયન મીડિયાના અહેવાલો અનુસાર, ઇઝરાયેલની સેનાએ અલ-સફિરા શહેરની નજીક સ્થિત એક સંરક્ષણ સુવિધા અને વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રને નિશાન બનાવ્યું. આ હુમલાઓ સીરિયાની અંદર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા નવીનતમ હવાઈ હુમલાઓનો એક ભાગ છે, જે બશર અલ-અસદના પતન પછી ઝડપથી વધી છે.
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના રિપોર્ટ અનુસાર, સીરિયાના અલેપ્પોની દક્ષિણમાં ડિફેન્સ ફેક્ટરીઓ પર ઈઝરાયેલના હુમલા દરમિયાન 7 મોટા વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. જો કે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ વિશે તાત્કાલિક કોઈ માહિતી નથી. AFP એ અલ-સફિરા વિસ્તારના રહેવાસીને ટાંકીને જણાવ્યું હતું કે હુમલા એટલા શક્તિશાળી હતા કે જમીન હચમચી ગઈ હતી અને ઘરોના દરવાજા અને બારીઓ ઉડી ગયા હતા.
સીરિયા પર સતત હવાઈ હુમલા
હુમલાની તીવ્રતાનું વર્ણન કરતાં, એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, "આ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી હુમલો હતો, જેણે રાતને દિવસમાં ફેરવી દીધી હતી." ગયા મહિનાની શરૂઆતમાં ઇસ્લામિક બળવાખોરોએ બશર અલ-અસદને સત્તા પરથી હટાવ્યા પછી ઇઝરાયેલે સીરિયા પર વારંવાર હવાઈ હુમલા શરૂ કર્યા.
સીરિયાની નૌસેનાએ પણ હુમલો કર્યો
ઈઝરાયેલે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સીરિયન નૌકાદળ પરના હુમલા સહિત 500 થી વધુ હવાઈ હુમલાઓ કર્યા છે. આ સિવાય ઇઝરાયલે ગોલાન હાઇટ્સ પાસે સ્થિત બફર ઝોન પર પણ નિયંત્રણ સ્થાપિત કર્યું છે. કેટલાક અહેવાલો અનુસાર દમાસ્કસથી માત્ર 20 કિલોમીટર દૂર ઇઝરાયલી દળોને જોવામાં આવ્યા છે.
ગાઝામાં અન્ય હુમલામાં 57ની મોત
મંત્રાલય અનુસાર, અન્ય ઈઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 57 પેલેસ્ટાઇનના લોકોના મોત થયા છે. જેમાં, ખાન યૂનિસ સ્થિત આંતરિક મંત્રાલય મુખ્યાલયમાં છ તથા ઉત્તરી ગાઝામાં ઝબાલિયા શરણાર્થી શિબિર, શાતિ (સમુદ્ર તટ) શિબિર અને મધ્ય ગાઝાના મધાજી શિબિરમાંથી ઘણાં લોકોના મોત થયા છે.
ઈઝરાયેલી સેનાએ કરી હુમલાની પુષ્ટિ
ઈઝરાયલી સેનાના અલ-મવાસલીમાં એક ગુપ્ત ઇનપુટના આધારે આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં શાહવાનને નિશાનો બનાવવામાં આવ્યો છે. ઈઝરાયલે શાહવાનને દક્ષિણી ગાઝામાં હમાસ સુરક્ષા દળોના પ્રમુખ જણાવવામાં આવ્યા છે. જોકે, સેનાએ સલાહની મોતનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. સેનાએ દાવો કર્યો કે, તેઓએ હમાસના એવા આતંકવાદીઓને નિશાનો બનાવ્યો છે, જે ખાન યૂનિસ નગર પાલિકા ભવનમાં કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રમાં કામ કરી રહ્યા હતાં. ગુપ્ત જાણકારીના આધારે આ લોકાની માહિતી મળી હતી.
પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર એજન્સી (UNRWA)ના પ્રમુખ ફિલિપ લાજારિનીએ એક્સ પર કહ્યું, 'નવા વર્ષની શરૂઆત થતા જ અમને અલ-મવાસી પર અન્ય એક હુમલાના અહેવાલ મળ્યા, જેમાં ડઝનથી વધારે લોકોની મોત થઈ ચુકી છે. આ એક ચેતવણી છે કે, ગાઝામાં કોઈ માનવીય ક્ષેત્ર તો દૂર પરંતુ સુરક્ષિત ક્ષેત્ર પણ સુરક્ષિત નથી.' આ સિવાય તેઓએ યુદ્ધ વિરામની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
રક્ષા મંત્રીએ આપી ચેતવણી
રક્ષા મંત્રી ઈઝરાયલ કેટ્ઝે બુધવારે એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે, જો હમાસે જલ્દી જ બાકીના બંધકોને મુક્ત ન કર્યા અને ઈઝરાયલ પર ગોળીબાર બંધ ન કર્યો તો તેને ગાઝામાં લાંબા સમયથી ન જોયેલો હોય તેવો ભયાનક માર સહન કરવો પડશે.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધી 45,500 થી વધારે પેલેસ્ટાઇનના મોત થયા છે. જેમાં મોટાભાગની મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. યુદ્ધ બાદ ગાઝાના 2.3 લોકોમાંથી મોટાભાગના લોકો વિસ્થાપિત થઈ ચુક્યા છે.
ઈઝરાયલ અને હમાસમાં યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસના નેતૃત્વવાળા આતંકવાદીઓએ 7 ઓક્ટોબર, 2023ના દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કર્યો. જેમાં લગભગ 1200 લોકો મોતને ઘાટ ઉતર્યા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતાં. લગભઘ 100 બંધક હજુ પણ ગાઝામાં છે, ઓછામાં ઓછા એક તૃતયાંશ માનવામાં આવે છે.