
Huge Explosion At Rome Petrol Station: ઈટાલીની રાજધાની રોમમાં સ્થિત એક પેટ્રોલ પંપ સ્ટેશન અને ગેસ ડેપોમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 27 ઘાયલ થયા છે. બ્લાસ્ટ બાદ આગમાં ધૂમાડાના ગોટેગાટા વળ્યા હતાં. આ બ્લાસ્ટ સ્થાનિક સમયાનુસાર સવારે આઠ વાગ્યે થયો હતો.
ગેસ ડેપો અને પેટ્રોલ સ્ટેશન પર બ્લાસ્ટ બાદ 300 મીટર સુધી અવાજ અને કાટમાળ વિખેરાયો હતો. અહીં એક પછી એક એમ બે બ્લાસ્ટ થયા હતાં. પહેલા વિસ્ફોટની પહેલાં જ સ્ટેશન પર ગેસની ગંધ આવી રહી હતી. બીજો બ્લાસ્ટ થયો ત્યારે વિકરાળ આગ આકાશમાં ઊંચે સુધી ગઈ હતી.
બાળકોને બચાવી લેવામાં આવ્યાં
બ્લાસ્ટ બાદ આસપાસના ઘરોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. તમામ વાહનચાલકોને પણ દૂર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રોમના મેયર સાથે આ દુર્ઘટના અંગે વાત કરી હતી. ઘટનાસ્થળ નજીક એક શાળા હતી. દુર્ઘટના બાદ શાળામાં હાજર 15 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. અનેક ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના નવ જવાન પણ ઘાયલ થયા હતાં.
https://twitter.com/upuknews1/status/1941050905136451754
આઠ પોલીસ અધિકારી ઘાયલ
રોમના પોલીસ પ્રવક્તા એલિસાબેટ્ટા એકાર્ડોએ જણાવ્યું હતું કે, બચાવ કામગીરી માટે પહોંચેલા આઠ પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. ઈજા પહોંચવા પાછળનું કારણ પહેલાં બ્લાસ્ટ બાદ થોડી વાર પછી થયેલો બીજો બ્લાસ્ટ હતો. ફાયર બ્રિગેડના પણ નવ જવાન ઘાયલ થયા હતાં. બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડની દસ ટીમ તૈનાત થઈ છે.