
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એલોન મસ્કના ખૂબ વખાણ કર્યા છે. મસ્કને પ્રતિભાશાળી ગણાવતા તેમણે કહ્યું કે, ટ્રમ્પ સાથે રહેવાને કારણે તેમની છબી મોન્સ્ટર જેવી બનાવાઈ રહી છે. પરંતુ તેમની પ્રતિભા કંઈક અલગ જ છે. મેલોનીએ મસ્ક સાથેની તેની મિત્રતાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, તે આ અબજોપતિ ટેક ઉદ્યોગસાહસિકની પ્રશંસક છે. ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટમાં એલોન મસ્ક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરે- સુપ્રિયા સુલેએ અચાનક ફડણવીસની કરી પ્રશંસા, શું છે તેમની મજબૂરી?
એક ઈન્ટરવ્યુમાં મેલોનીએ કહ્યું કે, અમે ચોક્કસપણે બે એવા લોકો છીએ જેમની વચ્ચે સારા સંબંધ છે. એલન મસ્ક એક હોશિયાર વ્યક્તિ છે અને તેને મળવું ખૂબ જ રોચક હોય છે. આપણા સમયના મહાન પુરુષોમાંના એક વ્યક્તિ છે. તે એક ઇનોવેટર છે જેની આંખો ભવિષ્ય પર જ ચોંટેલી હોય છે. ઈટાલીના પીએમ મેલોનીએ કહ્યું કે, મને એ વિચારીને હસવું આવે છે કે જે લોકો ગઈકાલ સુધી તેમના વખાણ કરતા હતા તેઓ હવે તેમને રાક્ષસી બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આનું એકમાત્ર કારણ એ છે કે તેમણે ખોટી રાજકીય છાવણી પસંદ કરી છે.
મેલિનાએ જે પ્રકારે પ્રશંસા કરી છે તે જોતાં એવું કહી શકાય કે ટ્રમ્પ સરકાર અને યુરોપ વચ્ચેના સંબંધોમાં મસ્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બે વર્ષ પહેલા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ એક તેજ રાજનેતા તરીકે ઉભરી આવ્યાં છે. પશ્ચિમી નેતાઓએ યુક્રેન-રશિયા યુદ્ધમાં તેના કટ્ટર સમર્થન માટે પ્રશંસા કરી છે. આ ઉપરાંત ટ્રમ્પ અને હંગેરિયન વડા પ્રધાન વિક્ટર ઓર્બન જેવા જમણેરી સાર્વભૌમત્વવાદીઓ સાથે સંબંધો જાળવી રાખ્યા છે.
એલોન મસ્ક પણ ઈટાલીના વડાપ્રધાનના ચાહક છે. સપ્ટેમ્બરમાં તેમણે અફવાઓને નકારી કાઢી હતી કે તે મેલોની સાથે રોમેન્ટિક સંબંધમાં હતો. મસ્ક પહેલેથી જ મેલોનીના વખાણ કરતા કહ્યું હતું કે, તે બહાર કરતાં અંદરથી વધુ સુંદર છે.