Home / World : Major accident in South Korea, plane skids off runway during landing, 28 passengers die

VIDEO: દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 મુસાફરોના મોત, માત્ર બે લોકો જ બચી શક્યા

VIDEO: દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 મુસાફરોના મોત, માત્ર બે લોકો જ બચી શક્યા

દક્ષિણ કોરિયામાં રવિવારે 181 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 179  લોકોના મોત થયા છે. તેમાંથી માત્ર બે જ લોકો બચ્યા છે. લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું, જેના કારણે મોટો અકસ્માત થયો હતો. રોઇટર્સ અનુસાર, દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન રનવે પરથી સરકીને ક્રેશ થયું હતું, જેમાં 28 લોકોના મોત થયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અહેવાલમાં જણાવાયું છે કે જેજુ એરનું વિમાન 175 મુસાફરો અને 6 ફ્લાઇટ એટેન્ડન્ટને લઈને બેંગકોકથી પરત ફરી રહ્યું હતું અને લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. એરપોર્ટ દક્ષિણ કોરિયાના દક્ષિણ ભાગમાં આવેલું છે. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.

યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. સાઉથ-વેસ્ટ કોસ્ટ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સવારે 9:07 વાગ્યે આ ઘટના બની હતી. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપી છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના? 

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને માહિતી અનુસાર દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના હવામાં વિમાન સાથે પક્ષીના અથડાવાને કારણે સર્જાઈ હોવાનું પણ મનાય છે. આ દુર્ઘટનામાં 179 લોકો જીવ ગુમાવી ચૂક્યાની માહિતી સામે આવી રહી છે. પહેલા મૃત્યુઆંક 28 જાહેર કરવામાં આવ્યો હતો. જે વધીને 85 પર પહોંચ્યો હતો. જોકે વિમાનમાં કુલ 175 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત 181 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી ઉડ્યું હતું. તે દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશન એરપોર્ટ પર લેન્ડ કરવા જતાં જ આગની લપેટમાં આવી ગયું હતું અને રનવેથી લપસી થતાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. 

અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જોઈ શકાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.

 

 


Icon