Home / World : New weapons become bees in Ukraine war, hive attacks on Russian soldiers

યુક્રેન યુદ્ધમાં મધમાખીઓ બની નવું હથિયાર, રશિયાના સૈનિકો પર મધપૂડાથી કર્યા હુમલા

યુક્રેન યુદ્ધમાં મધમાખીઓ બની નવું હથિયાર, રશિયાના સૈનિકો પર મધપૂડાથી કર્યા હુમલા
Ukraine Russia War: યુક્રેન-રશિયા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને દેશની સેના અલગ-અલગ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી રહી છે. હાલમાં જ યુક્રેનના સૈનિકનો એક નવો વીડિયો વાઈરલ થયો છે. જેમાં, યુક્રેનના સૈનિકો એક નવી વ્યૂહરચના  મધપૂડાને હથિયાર બનાવી રશિયા પર હુમલો કરતાં જોવા મળ્યાં છે.
આ વીડિયો પોક્રિવસ્ક શહેરના એક ગામનો છે. ડ્રોનની મદદથી બનાવવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રશિયન સૈનિકો એક બંકરમાં છુપાયેલા છે. ત્યાં યુક્રેનના સૈનિકો પહોંચે છે. અને મધપૂડો બંકરમાં ફેંકી ત્યાંથી ભાગી જાય છે. જોકે, વીડિયોમાં રશિયાના સૈનિકો બહાર નીકળતા દેખાતા નથી. 
આ પણ  

 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
 વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે યુક્રેનની સેના પાસે દારૂગોળો ખતમ થઈ ગયો, ત્યારે તેમણે મધમાખીઓ સહારો લીધો. આ યુદ્ધમાં પહેલીવાર જંતુઓનો ઉપયોગ  હુમલા માટે કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જો કે, આ વીડિયો સાચો છે કે ખોટો તેની જાણ હજી સુધી થઈ નથી.
યુક્રેનને યુરોપનું સમર્થન, અમેરિકા સાથે સંબંધ બગડ્યા
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીના સંબંધ વણસ્યા છે. જેથી અમેરિકાએ હથિયારોનો સપ્લાય અને ફંડિંગ કરવાનું બંધ કર્યું છે. આવી સ્થિતિમાં યુક્રેન  યુરોપના સમર્થનથી આ યુદ્ધમાં કેટલો સમય ટકી શકશે તે કહેવું મુશ્કેલ હશે. યુક્રેન હળવા ડ્રોનની મદદથી રશિયન સૈન્ય અને લશ્કરી સંસ્થાઓ પર હુમલો કરી રહ્યું છે. લાંબા અંતરની મિસાઈલ ન હોવા છતાં યુક્રેન તેના ઝડપી ડ્રોનની મદદથી રશિયાને ખાસ્સું નુકસાન પહોંચાડી રહ્યું છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે, યુક્રેન અમેરિકા સાથે પોતાના બગડેલા સંબંધ સુધારવા માટે તૈયાર છે. તે શાંતિ મંત્રણા માટે તૈયાર થયુ છે.
Related News

Icon