Home / World : 'Only 20 to 25 minutes between us and death', reveals former Bangladesh PM Hasina

'અલ્લાહની જ કૃપા છે કે, હું જીવિત છું', બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાના ખુલાસા

'અલ્લાહની જ કૃપા છે કે, હું જીવિત છું', બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાના ખુલાસા

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાને પદભ્રષ્ટ કરવાને લઈને મોટા આરોપ લગાવવ્યા આવ્યા છે. હસીનાએ દાવો કર્યો કે, મને અને મારી નાની બહેન શેખ રેહાનાને મારવાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ આવામી લીગ પાર્ટીના ફેસબુક પેજ પર શુક્રવાર મોટી રાત્રે પોસ્ટ કરવામાં આવેલા ઓડિયો ભાષણમાં તેઓએ આ વાત કહી છે. શેખ હસીનાએ કહ્યું કે, 'રેહાના અને હું માંડ-માંડ બચ્યા હતાં. ફક્ત 20-25 મિનિટના અંતરથી અમારો જીવ બચી શક્યો છે.' 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચોઃ 'આ જજ બહુ બોલે છે', ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સામે વકિલ બાખડ્યા

નોંધનીય છે કે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં જોરદાર આંદોલન થયું હતું. મહિનાઓ સુધી ચાલેલું આ વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ બાંગ્લાદેશના તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન થયેલી હિંસામાં 600 થી વધારે લોકોની મોત થઈ ગઈ હતી. 

આ બધું જ અલ્લાહની મરજીથી થયું 

76 વર્ષીય શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી ગયા હતાં. નોબેલ પુરસ્કાર વિજેતા મહોમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું ગઠન થયું. શેખ હસીનાએ ભૂતકાળના દિવસોને યાદ કરતાં કહ્યું કે, 'મને અનેકવાર મારવાના કાવતરા ઘડવામાં આવ્યા હતાં. મને લાગે છે કે, 21 ઓગસ્ટની હત્યાઓથી બચવું અથવા કોટલીપારામાં બોમ્બથી બચી જવું અને 5 ઓગસ્ટ, 2024 ના દિવસે પણ જીવિત રહેવું... આ બધું જ અલ્લાહની મરજીથી થયું હતું. 

અલ્લાહની જ કૃપા છે કે, હું જીવિત છું

મારા ઉપર અલ્લાહનો હાથ રહ્યો હશે. નહીંતર, આ વખતે હું બચી ન શકત! તમે જોયું હશે કે, કેવી રીતે તેઓએ મને મારવાનું કાવતરૂ ઘડ્યું હતું. પરંતુ, અલ્લાહની જ કૃપા છે કે, હું જીવિત છું. અલ્લાહ ઈચ્છે છે કે, હું કંઈક બીજું કરૂ. જોકે, હું પીડિત છું. મારા દેશ વિના અને મારા ઘર વિના હું જીવી રહી છું. બધું બળી ગયું છે.'

શેખ હસીનાએ કયાં કાવતરાનો કર્યો ઉલ્લેખ?

નોંધનીય છે કે, 21 ઓગસ્ટ 2024ના દિવસે બંગબંધુ એવન્યુ પર અવામી લીગ તરફથી આયોજિત આતંકવાદ વિરોધી રેલીમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં આવવાથી 24 લોકોના મોત થઈ ગયાં અને 500 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં. આ ધમાકો સાંજે 5:22 વાગ્યે એવા સમયે થયો જ્યારે તત્કાલિન વિપક્ષ નેતા શેખ હસીના ટ્રકની પાછળથી 20 હજાર લોકોની ભીડને સંબોધિત કરી રહ્યા હતા. આ બ્લાસ્ટમાં હસીનાને ઘણી ઈજા પણ થઈ હતી. આ જ પ્રકારે, કોટલીપારા બોમ્બ ધમાકો પણ શેખ હસીનાને મારવાનું કાવતરૂ હતું. જેનો ઉલ્લેખ તેઓએ ઓડિયો મેસેજમાં કર્યો છે. 21 જુલાઈ, 2000 ની વાત છે, જ્યારે 76 કિલોગ્રામનો બોમ્બ મળી આવ્યો હતો. ત્યારબાદ 40 કિલોગ્રામ બોમ્બ કોટલીપારાના શેખ લુત્ફોર રહેમાન આઇડિયલ કોલેજથી જપ્ત થયો હતો. અહીં આવામી લીગના અધ્યક્ષ અને તત્કાલિન વિપક્ષ નેતા શેખ હસીના 22 જુલાઈ 2000 ના દિવસે રેલીને સંબોધિત કરવાના હતા.

Related News

Icon