
પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ વચ્ચે ભારતીય સેનાએ જાણકારી આપી છે કે પાકિસ્તાની હેકર્સે બારતની ડિફેન્સ વેબસાઇટને નિશાન બનાવી છે અને સંરક્ષણ કર્મીઓની ગુપ્ત જાણકારી લીક થવાની આશંકા છે.
પાકિસ્તાન સાઇબર ફોર્સે હેક કરી ડિફેન્સની વેબસાઇટ
સેના અનુસાર, 'પાકિસ્તાન સાઇબર ફોર્સ'ના નામથી એક્સ હેન્ડલે મિલિટ્રી એન્જિનિયર સર્વિસ (MES) અને મનોહર પર્રિકર રક્ષા અધ્યયન અને વિશ્લેષણ સંસ્થા (IDSA)ના ડેટામાં ઘૂસણખોરી કરી છે. આ સાઇબર હુમલામાં સંરક્ષણ કર્મીઓના લોગિન ક્રેડેંશિયલ્સ સહિત કેટલીક ગુપ્ત જાણકારી લીક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સિવાય રિપોર્ટ કરવામાં આવ્યું કે ગ્રુપે સંરક્ષણ મંત્રાલયના આધિન સાર્વજનિક એકમની આર્મ્ડ વ્હીકલ નિગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઇટને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ વેબસાઇટને પાકિસ્તાની ફ્લેગ અને AIનો ઉપયોગ કરીને બગાડી છે.
વેબસાઇટને ઓફલાઇન કરવામાં આવી
ભારતીય સેનાએ સાવચેતીના ભાગરૂપે આર્મ્ડ વ્હીકલ નિગમ લિમિટેડની વેબસાઇટને ઓફલાઇન કરી દીધી છે જેથી વેબસાઇટની પુરી તપાસ કરી શકાય અને આકલન કરવામાં આવી શકે કે આ સાઇબર એટેકમાં કેટલુ નુકસાન થયું છે.