
પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ સૈયદ અસીમ મુનીરનું પ્રમોશન થયું છે. Operation Sindoorમાં હાર છતા અસીમ મુનીરને પાકિસ્તાને ફિલ્ડ માર્શલ બનાવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં ફીલ્ડ માર્શલનું પદ પાકિસ્તાની સેનામાં સર્વોચ્ચ પદ છે. જનરલ અસીમ મુનીર દેશના ઇતિહાસમાં બીજા ફીલ્ડ માર્શલ બની ગયા છે. આ પહેલા અયૂબ ખાન 1959-1967 વચ્ચે આ પદ પર કાર્યરત હતા.
પાકિસ્તાન સતત પ્રોપગેન્ડા વોર કરી રહ્યું છે. શાહબાઝ સરકારે આ નિર્ણય એટલા માટે લીધો જેથી તે દુનિયાને મેસેજ આપી શકે કે આર્મી પ્રમુખ અસીમ મુનીરે પાકિસ્તાનને જીત અપાવી છે માટે તેમનું પ્રમોશન કરવામાં આવ્યું છે.
કોણ છે અસીમ મુનીર?
અસીમ મુનીર 2022થી પાકિસ્તાનના આર્મી ચીફના પદ પર કાર્યરત છે. તે પાકિસ્તાનના 11માં આર્મી ચીફ છે. આર્મી ચીફ બન્યા પહેલા તે ક્વાર્ટરમાસ્ટર જનરલના રૂપમાં GHQમાં તૈનાત હતા.