
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને નવો ચીફ મળ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ અસીમ મલિકને ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) ના ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ સોમવારે આ જાણકારી આપી. અસીમ મલિક હાલમાં રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર (GHQ)માં એડજ્યુટન્ટ જનરલ તરીકે કામ કરી રહ્યા છે, હવે તેમને ISIના DG બનાવવામાં આવ્યા છે. મોહમ્મદ અસીમ મલિક 30 સપ્ટેમ્બરે ISI ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે.
આસિમ મલિક લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમની જગ્યા લેશે. નદીમ 2021થી DG ISI તરીકે સેવા આપી રહ્યા છે અને 2023 માં તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અંજુમને વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાનના રાજદૂત બનાવવાની ચર્ચા છે. લેફ્ટનન્ટ જનરલ મલિક અગાઉ બલૂચિસ્તાનમાં ઇન્ફન્ટ્રી ડિવિઝન અને વઝિરિસ્તાનમાં ઇન્ફન્ટ્રી બ્રિગેડની કમાન્ડ કરી ચૂક્યા છે. મલિકના શિક્ષણની વાત કરીએ તો તેણે અમેરિકાના ફોર્ટ લીવનવર્થ અને લંડનની રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાંથી અભ્યાસ કર્યો છે.
પાકિસ્તાની સેનામાં મલિકની કારકિર્દી ઘણી સારી રહી છે. તેણે અગાઉ બલૂચિસ્તાન અને વઝીરિસ્તાનમાં આર્મી બ્રિગેડની કમાન્ડ કરી છે, જે બંને વિસ્તારો પાકિસ્તાન સરકાર માટે પડકારરૂપ છે.
આસિમ મલિકે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી (NDU)માં મુખ્ય પ્રશિક્ષક અને કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, ક્વેટા ખાતે ટ્રેનર તરીકે પણ સેવા આપી છે. પાકિસ્તાનમાં ISIનો ઘણો પ્રભાવ છે અને એજન્સી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂમિકા ભજવી રહી છે.