
ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનની બધે ફજેતી થઈ રહી છે. દરેક ભારતીય સેનાના ઓપરેશનની પ્રશંસા કરી રહ્યા છે. ભારત સામે જબરદસ્ત હાર પામ્યા પછી પાકિસ્તાન ખોટા પ્રચારમાં વ્યસ્ત છે. તે એવી રીતે વર્તવાનો પ્રયાસ કરે છે, જાણે તેણે કોઈ મોટી જીત મેળવી હોય. પાકિસ્તાને વધુ એક વખત વિજયનો દાવો કરતા તેનું જુઠ્ઠાણું પકડાયું છે. એમાં પાકિસ્તાની પીએમ શાહબાઝને પણ શરમથી માથું ઝુકાવવું પડ્યું છે.
શાહબાઝને નકલી ફોટો ભેટ કર્યો
પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફને એક હાઈપ્રોફાઈલ ડિનર કાર્યક્રમમાં પેઈન્ટિંગ ભેટ કરવા બદલ પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનિરની લોકો મજાક ઉડાવી રહ્યા છે. પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનિરની ભેટની લોકો મજાક ઉડાવી રહ્યા છે. ઇસ્લામાબાદ અને દુનિયાભરમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે.
જનરલ મુનીરે પીએમ શરીફને ભેટ આપેલા ફોટોને લોકોએ ઓળખી લીધો છે. તેઓએ તરત જ પોસ્ટ કરવાનું શરૂ કર્યું કે, આ ફોટો ચીનના લશ્કરી કવાયતના ચાર વર્ષ જૂના ફોટા સાથે મળતી ભળતી આવે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે, આ ફોટો ચીની પીપલ્સ લિબરેશન આર્મીના કવાયતના જાહેરમાં ઉપલબ્ધ દ્રશ્યોમાંથી સીધો લેવાયેલો છે. જેને પાકિસ્તાન દ્વારા ઓપરેશન બનયાન-ઉન- મર્સૂસના ફોટાની પ્રામાણિકતા પર સવાલો ઉઠી રહ્યા છે.
લોકોએ ઉડાવી મજાક
એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું, "એવું લાગે છે કે પાકિસ્તાની આર્મી ચીફે ભારત સામે પાકિસ્તાની સેનાના હુમલાને દર્શાવવા માટે વડા પ્રધાન શાહબાઝ શરીફને એક જૂનો ચીની લશ્કરી ફોટો ભેટમાં આપ્યો છે. માત્ર વિજયની ખોટી વાતો જ નહીં પરંતુ તેનો નકલી ફોટો પણ આપ્યો છે. શું મજાક કરી છે.
બીજા એક સોશિયલ મીડિયા યુઝરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, પાકિસ્તાન માટે આ વધુ એક શરમજનક પળ છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને ગુગલ પરથી ડાઉનલોડ કરાયેલા ચાઇનીઝ PHL-03 રોકેટ લોન્ચરનો મોર્ફ કરેલો ફોટો ભેટ કર્યો છે.
જણાવી દઈએ કે, મુનીરના પ્રમોશન બાદ તેની આલોચના કરવામાં આવે છે. પરંપરાગત રીતે ફિલ્ડ માર્શલનો હોદ્દો એવા લશ્કરી નેતાઓ માટે અનામત રાખવામાં આવે છે જેઓ તેમના દેશને યુદ્ધમાં નિર્વિવાદ જીત અપાવે છે.