Home / World : plan to bring Sunia Williams back from space is ready

આખરે સુનિયા વિલિયમ્સને અંતરિક્ષમાંથી પરત લાવવાનો પ્લાન તૈયાર, એલોન મસ્કની કંપનીની ખાસ ભુમિકા

આખરે સુનિયા વિલિયમ્સને અંતરિક્ષમાંથી પરત લાવવાનો પ્લાન તૈયાર, એલોન મસ્કની કંપનીની ખાસ ભુમિકા

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગત વર્ષે ગયેલા ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સને હજી સુધી ધરતી ઉપર પરત લાવી શકાયા નથી. તાજેતરમાં નાસાએ જાહેરાત કરી છે કે, માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં તેમને ધરતી ઉપર પરત લાવી દેવાશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બંને સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. તેમને સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ દ્વારા પરત લાવવાના હતા પણ ટેકનિકલ ખામીના કારણે તેઓ ત્યાં જ અટવાઈ ગયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માત્ર આઠ દિવસ માટે સ્પેસમાં ગયેલા બંને અંતરિક્ષયાત્રીઓ છેલ્લાં આઠ મહિનાથી સ્પેસમાં અટવાયા છે. તેમાંય થોડા સમય પહેલાં સુનિતા વિલિયમ્સની તબિયત બગડી હતી જે હવે સ્વસ્થ છે. તાજેતરમાં નાસાએ જાહેરાત કરી છે કે, બંને અંતરિક્ષયાત્રીઓને 12 માર્ચ 2025ના રોજ ધરતી ઉપર પરત લવાશે. મહત્ત્વની વાત એવી છે કે, એલન મસ્કની કંપની સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન કેપ્સ્યૂલના ઉપયોગ દ્વારા બંનેને ધરતી ઉપર લાવવામાં આવશે. આ નવી જનરેશનનું સ્પેસક્રાફ્ટ જોડાવાથી બંને અંતરિક્ષયાત્રીઓને પરત લાવવાની કામગીરી દસ દિવસ વહેલી શક્ય બનવાની છે.

ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરાશે ડ્રેગન કેપ્સ્યૂલ

સ્પેસ એક્સ દ્વારા ડ્રેગન ક્રૂ નામની ખાસ કેપ્સ્યૂલ તૈયાર કરાઈ છે. આ એક એવું અંતરિક્ષ યાન છે જે એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે. તેને ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. તેમાં એક સાથે સાત અંતરિક્ષયાત્રીઓ બેસી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કેપ્સ્યૂલ રિયુઝેબલ છે તેથી વારંવાર વિવિધ મિશનમાં તેનો ઉપયોગ કરી શકાય તેમ છે. ડ્રેગન-1 કાર્ગો સ્પેસક્રાફ્ટની નવી જનરેશન તરીકે કેપ્સ્યૂલ કાર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાંથી એક પ્રકાર અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં લઈ જવાનું કામ કરે છે. તેવી જ રીતે બીજા પ્રકાર દ્વારા અંતરિક્ષમાંથી અંતરિક્ષયાત્રીઓને ધરતી ઉપર પરત લાવી શકાય છે.

નોબ્સની જગ્યાએ ટચસ્ક્રીનનો સૌથી વધુ ઉપયોગ

સ્પેસએક્સ દ્વારા આધુનિક ટેક્નોલોજી દ્વારા આ કેપ્સ્યૂલનું નિર્માણ કરાયું છે. જૂના તમામ અંતરિક્ષયાનની સરખામણીએ આ કેપ્સ્યૂલમાં વધારે જગ્યા રાખવામાં આવી છે. તેની ઉંચાઈ પણ અમેરિકાના જૂના એપોલો કમાન્ડ મોડ્યુલ કરતા વધારે છે. આ ઉપરાંત તેમાં અંતરિક્ષયાત્રીઓની સંખ્યા પણ વધારી દેવાઈ છે. તે સિવાય ઈનર કેબિનમાં નોબ્સ અને બટનનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટાભાગનું સંચાલન ટચસ્ક્રીન દ્વારા જ કરવામાં આવે છે. તેમાં ત્રણ મોટા ટચસ્ક્રીન લગાવવામાં આવ્યા છે જે ટચ સેન્સરથી ઓપરેટ થાય છે અને બટનોની વધારાની જગ્યાનો યોગ્ય ઉપયોગ થાય છે.

સેલ્ફ ડોકિંગ સિસ્ટમનો પહેલી વખત ઉપયોગ

નાસા દ્વારા ઉપયોગમાં લેવાતા અત્યાર સુધીના અંતરિક્ષયાનનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથેનું ડોકિંગ સૌથી મોટી સમસ્યા હતી. આ કેપ્સ્યૂલની ખાસિયત એ છે કે, તેને સરળતાથી સ્પેસ સ્ટેશન સાથે ડોક કરી શકાય છે. આ કેપ્સ્યૂલ ઓટોમેટિક સેલ્ફ ડોકિંગ સિસ્ટમ ધરાવે છે. તેથી તે જાતે જ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ જાય છે અને અંતરિક્ષયાત્રીઓ સરળતાથી સ્પેસ સ્ટેશનમાં જઈ કે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આવી સિસ્ટમ માત્ર રશિયાના સુયોજ અને પ્રોગ્રેસ યાનમાં જ ઉપલબ્ધ હતી. હવે સ્પેસએક્સના યાનમાં પણ આ સિસ્ટમ આવતા નાસાને વધારે ફાયદો થશે.

લોન્ચ એસ્કેપ સિસ્ટમ પણ રાખવામાં આવી છે

આ કેપ્સ્યૂલની સૌથી મોટી યુએસપી ગણો કે સફળતા ગણો તો તે તેની સેફ્ટી સિસ્ટમ છે. આ કેપ્સ્યૂલમાં એક સેફ્ટી સિસ્ટમ, એસ્કેપ સિસ્ટમ છે જે અંતરિક્ષયાત્રીઓનો જીવ બચાવી શકે છે. ઈમર્જન્સીમાં આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જાણકારોના મતે જ્યારે રોકેટ લોન્ચિંગ થાય અને પ્રવાસ દરમિયાન રોકેટમાં વિસ્ફોટ થવાની શક્યતા ઊભી થાય અથવા તો યાનમાં વિસ્ફોટ થવાની આંશકા ઊભી થાય તો કેપ્સ્યૂલની સેફ્ટિ સિસ્ટમ ઓટોમેટિક એક્ટિવ થઈ જાય છે. તે રોકેટ કે યાનના વિસ્ફોટ પહેલાં જ માહિતી મેળવીને ક્રૂ કમાન્ડરને પહોંચતી કરે છે અને કેપ્સ્યૂલને તેનાથી અલગ કરી દેવામાં આવે છે. આ રીતે કેપ્સ્યૂલ યાનથી દૂર લોન્ચ થઈ જાય છે અને અંતરિક્ષયાત્રીઓના જીવ બચાવી શકાય છે.

Related News

Icon