
બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત લોકો ઘાયલ થયા છે. આ વિમાન દુર્ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો છે. દક્ષિણપૂર્વીય રાજ્ય સાઓ પાઉલોના પર્યટન શહેર ઉબાટુબામાં એક નાનું વિમાન રસ્તા પર ક્રેશ થયું અને બીચ પાસે વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ લોસ એન્જલસમાં દાવાનળે વિનાશ વેર્યો; અમેરિકાને 5.15 લાખ કરોડનું નુકસાન,10 લોકોના મોત
વિમાને કન્ટ્રોલ ગુમાવતા રસ્તા ઉપર લેન્ડિંગ થતાંની સાથે જ અનેક વાહનો સાથે અથડાયું. વિમાને વાહનોને ધક્કો મારવાનું ચાલુ રાખ્યું, ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થયો.
સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, આ અકસ્માતમાં પાઇલટનું મોત થયું છે. પાયલોટ ઉબાટુબા પ્રાદેશિક એરપોર્ટ પર વિમાનને લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે પ્લેનની સ્પીડ રોકી શક્યો નહીં અને એરપોર્ટ ટર્મિનલની બહાર નીકળી ગયો. અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર ચારેય મુસાફરો, જેમાં બે પુખ્ત અને બે બાળકોનો સમાવેશ થાય છે, તેમને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા.
https://twitter.com/_SkylineNews/status/1877384206474465616
ભીના રનવેને કારણે અકસ્માતનો ભય
આ અકસ્માતમાં ક્રુઝેરો બીચ પર ફરતા ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા. ઉબાટુબા એરપોર્ટનું સંચાલન કરતી કંપની રેડ વોઆએ જણાવ્યું હતું કે વરસાદ અને ભીના રનવેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ સમયે હવામાન પણ સાનુકૂળ નહોતું.
બ્રાઝિલિયન વાયુસેનાએ જાહેરાત કરી હતી કે વિમાન દુર્ઘટના થવાનું કારણ શોધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલા 24 ડિસેમ્બર, 2024 ના રોજ બ્રાઝિલના સાઓ પાઉલોના રહેણાંક વિસ્તારમાં એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં એક સગીર સહિત પાંચ લોકોના મોત થયા હતા.
અગાઉ પણ આવી જ ઘટના બની હતી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફાયર બ્રિગેડે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે ઘાયલ લોકો મુસાફરો હતા કે બધા બહારના લોકો. આ વિમાન સિંગલ-એન્જિન RV-10 હતું જેમાં એક પાયલોટ અને ત્રણ મુસાફરો બેસી શકતા હતા.
સપ્ટેમ્બરની શરૂઆતમાં, ઉત્તરી બ્રાઝિલના એમેઝોનાસ રાજ્યના બાર્સેલોસમાં એક નાનું વિમાન ક્રેશ થતાં 14 લોકો માર્યા ગયા હતા, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.