
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઇ શકે છે. આ જાણકારી ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ટ્રમ્પે પોસ્ટ કરીને જણાવ્યું કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લઇ શકે છે.
PM મોદી અને ટ્રમ્પ વચ્ચે થઇ વાતચીત
ટ્રમ્પે કહ્યું કે, મારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાંબી વાતચીત થઇ. તે આવતા મહિને ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવી શકે છે. ભારત સાથે અમારા સારા સંબંધ છે.
મહત્ત્વપૂર્ણ છે કે પીએમ મોદીએ આ પહેલા 7 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન ટ્રમ્પે PM મોદીની પ્રશંસા કરતા કહ્યું કે દુનિયા તેમને પ્રેમ કરે છે.ટ્રમ્પે કહ્યું હતું કે ભારત એક શાનદાર દેશ છે અને તે પીએમ મોદી અને ભારતને સાચો મિત્ર ગણે છે. બન્ને નેતા વિશ્વશાંતિ માટે મળીને કામ કરવા પર સહમત થયા હતા.
આ પણ વાંચો: અમેરિકામાં પોલીસ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને શોધવા ગુરૂદ્વારામાં પહોંચતા શીખો ભડક્યા
ટ્રમ્પના શપથગ્રહણ સમારંભમાં વિદેશમંત્રી રહ્યાં હતા હાજર
20 જાન્યુઆરીએ અમેરિકન સરકારના આમંત્રણ પર ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ટ્રમ્પ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર લઈ ગયા હતા.
PM મોદી-ટ્રમ્પ વચ્ચે થઇ વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી બંને વચ્ચે આ પહેલી વાતચીત છે. 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ ટેલિફોન વાતચીત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી.
ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું: "મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવાનો આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ તેમને અભિનંદન. અમે પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું, 'આપણે આપણા લોકોના કલ્યાણ અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.'