
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બેઠક દરમિયાન બન્ને નેતાઓએ સાંસ્કૃતિક અને પબ્લિક ટુ પબ્લિક રિલેશનને મજબૂત કરવા સહિત વેપાર, રોકાણ અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી.
https://twitter.com/ANI/status/1858601556092088522
PM મોદીએ એક્સ પર કરી પોસ્ટ
બેઠક બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટમાં, બેઠકની તસવીરો શેર કરતી વખતે લખ્યું, "રિયો ડી જાનેરો G20 સમિટની બાજુમાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળીને આનંદ થયો.અમારી વાતચીત સંરક્ષણ, સુરક્ષા, વેપાર અને ટેકનોલોજીના ક્ષેત્રે સંબંધોને ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી. અમે સંસ્કૃતિ,શિક્ષણ અને આવા અન્ય ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવા વિશે પણ વાત કરી." આ સિવાય તેમણે ભારત અને ઈટાલીની મિત્રતા અંગે પણ ચર્ચા કરી હતી.
https://twitter.com/narendramodi/status/1858606881180447042
નોર્વે અને પોર્ટુગલના નેતાઓને પણ મળ્યા PM મોદી
રિયો ડી જાનેરોમાં 19મા G20 શિખર સમ્મેલન દરમિયાન PM મોદીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ પહેલા પીએમ મોદીએ બ્રાઝિલમાં G20 નેતાઓના શિખર સમ્મેલનથી અલગ ઇન્ડોનેશિયા અને પોર્ટુગલના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. PM મોદીએ આ દરમિયાન વાણિજ્ય અને સંરક્ષણ જેવા ક્ષેત્રમાં બન્ને દેશ સાથે સંબંધોને મજબૂત કરવા પર ભાર મુક્યો હતો.
આ પણ વાંચો: બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટ, PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેને મિલાવ્યા હાથ
વિદેશ મંત્રાલયે આપી જાણકારી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પર કહ્યું કે PM મોદીએ ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતોને ભારત-ઇન્ડોનેશિયા વ્યાપક રણનીતિ ભાગીદારીનો વિસ્તાર કરવાનું આશ્વાસન આપ્યું છે.