
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 શિખર સમ્મેલન દરમિયાન નેતાઓને ગિફ્ટ પણ આપી છે. ભારતની સાંસ્કૃતિક વારસાને બતાવતા PM મોદીએ વૈશ્વિક નેતાઓને ભેટ આપી હતી. નેતાઓને આપવામાં આવેલી ભેટમાં મહારાષ્ટ્રની આઠ, જમ્મુ કાશ્મીરની પાંચ, આંધ્ર અને રાજસ્થાનની 3-3, ઝારખંડ અને બિહારની 2-2 અને કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને લદ્દાખમાંથી એક-એક કલાકૃતિ સામેલ છે.
PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન મેલોનેની આપી ખાસ ભેટ
G20 શિખર સમ્મેલનમાં PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ તેમને મહારાષ્ટ્રમાં બનેલી એક સુંદર ચાંદીની મીણબત્તીનું સ્ટેન્ડ આપ્યું હતું. આ સિવાય PM મોદીએ ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકને એક ચાંદી અને રોજવુડનું સેરેમોનિયલ ફોટોફ્રેમ ગિફ્ટ કરી હતી. ગુયાનાના વડાપ્રધાન માર્ક ફિલિપ્સને રાજસ્થાનની સોનાની વર્ક ધરાવતી લાકડાની રાજ સવારી મૂર્તિ ભેટમાં આપી હતી તો પોતાના મિત્ર અને ગુયાનાના રાષ્ટ્રપતિને PM મોદીએ બિહારની મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપી હતી. આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઇને પીએમ મોદીએ રાજસ્થાનના ફૂલોનું કામ ધરાવતી સિલ્વર ફોટો ફ્રેમ ભેટમાં આપી હતી.
પોર્ટુગલના વડાપ્રધાન લુઇસ મોન્ટેનેગ્રોને પીએમ મોદીએ ભેટમાં મહારાષ્ટ્રની પારંપરિક ડિઝાઇનની સાથે હાથથી નકશીકામ કરવામાં આવેલો કાચનો શતરંજનો શેટ આપ્યો હતો. PM મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસીને એક નીલમ ગિફ્ટ કર્યું હતું જેની ઉપર ઉંટના માથાની પ્રતિકૃતિ બનેલી હતી.
આ પણ વાંચો: PM મોદી બ્રાઝિલમાં ઇટાલીના વડાપ્રધાન મેલોનીને મળ્યા, જાણો ક્યા મુદ્દા પર થઇ ચર્ચા
PM મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાને વર્લી પેઇન્ટિંગ ભેટમાં આપી હતી. આ એક આદિવાસી કલા છે જે મૂળ રીતે મહારાષ્ટ્રના દહાનૂ, તલસારી અને પાલઘર વિસ્તારમાં જોવા મળતી વરલી જનજાતિની દેન છે. પીએમ મોદીએ આંધ્ર પ્રદેશની કિંમતી પથ્થરોથી જડેલ સિલ્વર કલર પર્સ બ્રાઝિલના રાષ્ટ્રપતિના પત્નીને ભેટમાં આપી હતી તો બીજી તરફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને પીએમ મોદીએ ખાસ રીતે કોહવર પેઇન્ટિંગ ભેટમાં આપી હતી જે ઝારખંડ અને બિહારના આદિવાસી જીવન અને સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. પોતાના ખાસ મિત્ર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીએ તમિલનાડુની જાણીતી તંજાવુર પેઇન્ટિંગ ભેટમાં આપી હતી.