Home / World : poison ousted Syrian President Bashar al-Assad, refuge in Moscow!

મોસ્કોમાં શરણ લેનાર સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઝેર આપવાનો પ્રયાસ!

મોસ્કોમાં શરણ લેનાર સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઝેર આપવાનો પ્રયાસ!

સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ભૂતપૂર્વ નેતા ગયા વર્ષે 8 ડિસેમ્બરથી મોસ્કોમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની સુરક્ષા હેઠળ છે જ્યારે તેમને બળવાખોરો દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. જનરલ SVR નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ અનુસાર, અસદની તબિયત રવિવારે અચાનક બગડી હતી. તેમણે તબીબી મદદ માંગી હતી. તેમને જોરદાર ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હતી. જનરલ SVR સોશિયલ મીડિયા એકાઉન્ટ રશિયામાં ભૂતપૂર્વ જાસૂસ દ્વારા ચલાવવામાં આવે છે. એકાઉન્ટે દાવો કર્યો હતો કે, "એવું માની શકાય છે કે આ તેમની હત્યાનો પ્રયાસ હતો."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટેસ્ટમાં ઝેર મળ્યું

જો સૂત્રોનું માનીએ તો, તેમના પર કરવામાં આવેલા ટેસ્ટમાં ખબર પડી કે તેમની સિસ્ટમમાં ઝેર હતું. જો કે સીરિયા કે મોસ્કો તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ડિસેમ્બરની શરૂઆતમાં બળવાખોર હુમલાથી સીરિયામાં અસદ પરિવારના દાયકાઓથી ચાલતા શાસનનો અંત આવ્યો. પ્રમુખ બશર અલ-અસદ 8 ડિસેમ્બરે રશિયા ભાગી ગયા, જ્યારે ઇસ્લામિક જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) ની આગેવાની હેઠળના બળવાખોર ગઠબંધને દમાસ્કસ પર કબજો કર્યો અને 11 દિવસના આક્રમણ બાદ અસદને પદભ્રષ્ટ કર્યાની જાહેરાત કરી.

આ પણ વાંચો : પહેલા સત્તા ગુમાવી હવે પત્ની; સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ અસદની પત્નીએ છૂટાછેડા માટે કરી અરજી

અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ અસદની સત્તાને ઉથલાવી

સીરિયન વિદ્રોહી જૂથ હયાત તહરિર અલ-શામ જૂથ (HTS)ના વડા અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા પરથી હટાવ્યા હતા. ગોલાનીએ પોતાની સાર્વજનિક છબીને પુનઃનિર્માણ કરવા માટે વર્ષો સુધી કામ કર્યું, પોતાની જાતને અલ કાયદાથી દૂર કરી અને પોતાને બહુલવાદ અને સહિષ્ણુતાના સમર્થક તરીકે રજૂ કર્યા.

 

Related News

Icon