
પોપ ફ્રાન્સિસને રોમના જેમેલી પોલિક્લિનિકમાં બ્રોન્કાઇટિસની સારવાર અને અન્ય તપાસ માટે દાખલ કરવામાં આવ્યા છે. આ નિર્ણય વેટિકન દ્વારા પોપ ફ્રાન્સિસની નિયમિત સવારની સભાઓ બાદ લેવાયો હતો. ૮૮ વર્ષીય પોપ ફ્રાન્સિસને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, ૮૮ વર્ષીય પોપ ફ્રાન્સિસને બ્રોન્કાઇટિસને કારણે તેમના સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી છે. પોપ ફ્રાન્સિસ યુવા અવસ્થામાં આર્જેન્ટિનામાં રહેતા હતા ત્યારે બીમારી દરમિયાન ફેફસાંનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ શ્વસન સંબંધિત સંક્રમણ સામે વધુ સંવેદનશીલ બન્યા છે.
પોપ ફ્રાન્સિસની તબિયત
પોપ ફ્રાન્સિસનું સ્વાસ્થ્ય અગાઉ પણ ચર્ચાનો વિષય રહ્યું છે. પોપ ફ્રાન્સિસને સાયટીકાના દુખાવા અને ઘૂંટણની સમસ્યાને લીધે ઘણીવાર વોકર અથવા વ્હીલચેર પર જોવા મળે છે. આ ઉપરાંત, જૂન 2021 માં તેમનું કોલોન ઓપરેશન પણ થયું હતું, જ્યારે માર્ચ 2023 માં તેમને બ્રોન્કાઇટિસની સારવાર માટે પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ત્યારબાદ તેમને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.