Home / World : Prince Harry's name is next on Trump's deportation list, an old case is reopened

ટ્રમ્પની દેશનિકાલ યાદીમાં હવે બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ હેરીનું નામ આગળ, જૂની ફાઈલો ફરીથી ખોલવા આદેશ

ટ્રમ્પની દેશનિકાલ યાદીમાં હવે બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ હેરીનું નામ આગળ, જૂની ફાઈલો ફરીથી ખોલવા આદેશ

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન લિસ્ટમાં હવે બ્રિટિશ રાજકુમાર હેરીનું નામ જોડાઈ શકે છે. ટ્રમ્પે પાંચ મહિના પહેલાં બંધ થઇ ગયેલાં હેરીના વીઝા કેસને ફરી ખોલવાનો આદેશ કર્યો છે. હેરીએ વીઝા મેળવવા માટે ખોટી સૂચના આપી હોવાના મામલે ગુનેગાર સાબિત થાય તો ટ્રમ્પ તેમને ડિપોર્ટ કરી શકે છે. જો આવું થયું તો હેરી ટ્રમ્પના કાર્યકાળમાં ડિપોર્ટ થનારા પહેલાં ઇન્ડીવિઝ્યુઅલ હશે. ટ્રમ્પે પહેલાં જ કહી દીધું છે કે, હેરી અને તેમની પત્ની મેગન મર્કેલને કોઈ છૂટ નહીં આપવામાં આવે. નોંધનીય છે કે, મેગન અમેરિકન નાગરિક છે, હેરી તેમની સાથે અમેરિકામાં રહે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હેરીએ આત્મકથામાં કરી ચોંકાવનારી કબૂલાત

આ મામલો હેરીની આત્મકથા 'સ્પેયર' સાથે જોડાયેલો છે. જેમાં તેમણે કિશોરાવસ્થામાં ડ્રગ્સ લેવાની કબૂલાત કરી હતી. હેરીએ અમેરિકાના વીઝા લેતા સમયે આ વાત છુપાવી હતી. આ મુદ્દો બનતાની સાથે જ દક્ષિણપંથી સંગઠન હેરિટેજ ફાઉન્ડેશને તેમનો કેસ ફરી ખોલવાની અરજી દાખલ કરી દીધી છે.

ઈસાઈઓના સંરક્ષણ માટે બનાવાશે આયોગ

ટ્રમ્પે ઈસાઈ વિરોધી ભેદભાવ સાથે જોડાયેલાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે. આ આદેશ ફેડરલ એજન્સીઓને નક્કી કરવાનો આદેશ આપે છે કે, ઈસાઈ લોકોના અધિકારોનું ઉલ્લંઘન ન થાય. ટ્રમ્પે આ દરમિયાન કહ્યું કે, ધાર્મિક સ્વતંત્રતા પર એક રાષ્ટ્ર પ્રમુખ આયોગ બનાવવામાં આવે, જેનાથી ઈસાઈ ધર્મને વધુમાં વધુ સંરક્ષણ મળશે. 

ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ટીકા કરનારા લોકોનું કહેવું છે કે, આ આદેશ ધાર્મિક સ્વતંત્રતાને ખતમ કરી ઈસાઈ ધર્મને પ્રાથમિકતા આપે છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, ટ્રમ્પ જો ખરેખર ધાર્મિક સ્વતંત્રતાની ચિંતા કરતાં તો તે મુસ્લિમ, યહૂદી અને અન્ય સામે થતાં ભેદભાવ પર પણ ધ્યાન આપતાં. 

 

Related News

Icon