Home / World : Russia preparing for nuclear attack on Ukraine

Russia ગમે ત્યારે Ukraine પર કરી શકે છે પરમાણુ હુમલો, બ્રિટિશ કર્નલના દાવાથી વિશ્વના દેશો ચિંતામાં

Russia ગમે ત્યારે Ukraine પર કરી શકે છે પરમાણુ હુમલો, બ્રિટિશ કર્નલના દાવાથી વિશ્વના દેશો ચિંતામાં

બ્રિટિશ કર્નલ રિચર્ડ કેમ્પે એક ગંભીર ચેતવણી આપી છે કે Russia - Ukraine પર ટેકટિકલ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. તેમા પણ ખાસ કરીને યુક્રેનના એરફિલ્ડને ટાર્ગેટ બનાવીને આ પ્રકારનો હુમલો કરી શકે છે. કેમ્પનું કહેવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તેમની સત્તાનું પ્રદર્શન કરવા અને યુક્રેનના પ્રતિકારને તોડવા માટે આ પગલું ઉઠાવી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Russia ગમે ત્યારે Ukraine પર કરી શકે છે પરમાણુ હુમલો

કર્નલ કેમ્પે જણાવ્યું હતું કે આ ડરામણી હકીકત છે કે આ રણનીતિ કામ કરી શકે છે. વિશ્વના નેતાઓ યુક્રેનને લઈને પરમાણુ શસ્ત્રોનો જવાબ નહીં આપે. તેમનું માનવું છે કે પુતિન આ પ્રકારનું પગલું ઉઠાવીને તેમની તાકાત સાબિત કરવા માંગે છે. તે યુક્રેન હાર સ્વીકારી લે તે માટે તેને લાચાર બનાવવા માંગે છે.

Russia - Ukraine વચ્ચે 2022થી યુદ્ધ 

કેમ્પનું કહેવું છે કે પુતિન માટે આ જોખમી નિર્ણય હોઈ શકે છે, પરંતુ યુદ્ધમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા તે આ નિર્ણય લઈ શકે છે.Russia - Ukraine વચ્ચે 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે. લાખો લોકો પોતાના ઘરોમાંથી ભાગી ગયા છે. તાજેતરમાં યુક્રેને રશિયાના ઘણા લશ્કરી સ્થળો પર હુમલો કરતાં રશિયા નારાજ છે. તેમા પણ યુક્રેને અમેરિકા પાસેથી મળેલા લાંબા અંતરના મિસાઇલોનો ઉપયોગ રશિયાની જમીન પર કર્યો છે, જેને રશિયા પોતાની સામે મોટો પડકાર માને છે.

રશિયા પાસે વિશ્વનો સૌથી મોટો પરમાણુ શસ્ત્ર ભંડાર છે. તેમા કુલ 5889 શસ્ત્રો છે. તેમા 1674 ગોઠવેલા છે અને બાકીના રિઝર્વમાં છે. અમેરિકા પાસે 5244 પરમાણુ શસ્ત્ર છે. આ સિવાય બ્રિટન પાસે ૨૨૫ પરમાણુ શસ્ત્ર છે. રશિયાએ તાજેતરમાં તેની પરમાણુ નીતિ બદલી છે. પુતિને 19 નવેમ્બર 2024ના રોજ નવો નિયમ બનાવ્યો. તેમા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પરમાણુશસ્ત્ર વગરનો દેશ પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશ એટલે કે અમેરિકા જેવા દેશની મદદથી હુમલો કરે છે તે રશિયા વળતા જવાબરૂપે પરમાણુ હુમલો કરી શકે છે. આ પહેલા પણ રશિયા અનેક વખત પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યું છે. 2022માં રશિયન ટીવી ચેનલોએ લંડન, પેરિસ અને બર્લિન પર પરમાણુ હુમલાની વાત કરી હતી. 

Related News

Icon