Home / World : Russia-Ukraine war: Exchange of 1000 soldiers raises hope,

રશિયા-યુક્રેન યુદ્ધ: 1000 સૈનિકોના આદાનપ્રદાનથી આશા જાગી, છતાં ઝેલેન્સકીએ પુતિનને આપી ચેતવણી

રશિયા-યુક્રેન યુદ્ધ: 1000 સૈનિકોના આદાનપ્રદાનથી આશા જાગી, છતાં ઝેલેન્સકીએ પુતિનને આપી ચેતવણી

Russia-Ukraine Peace Talks : રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ મંડળ વચ્ચે પ્રત્યક્ષ બેઠક થઈ હતી. બેઠકમાં યુદ્ધ વિરામ કરવા પર કે યુદ્ધ અટકાવવાનો કોઈ નિવેડો આવ્યો નથી, પરંતુ બંને દેશો 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા માટે સંમત થયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુદ્ધ કેદીઓની અદલાબદલી બંને દેશો માટે સારા સંકેત
યુક્રેનના સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમરોવે યુદ્ધ કેદીઓની અદલાબદલીની માહિતી આપવાની સાથે કહ્યું છે કે, યુદ્ધની શરૂઆત થયા બાદ બંને દેશો વચ્ચે આ સૌથી મહત્ત્વનો નિર્ણય છે. બંને દેશો વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઈસ્તંબુલમાં શાંતિ બેઠક યોજાઈ હતી. તાજેતરમાં જ બંને દેશો ત્રણ વર્ષમાં પ્રથમ વખત પ્રત્યક્ષ રીતે શાંતિ વાર્તા યોજવા માટે સંમત થયા છે.

પુતિન બેઠકમાં ન આવતા ઝેલેન્સ્કી નારાજ
ઉલ્લેખનીય છે કે, બેઠકમાં પુતિને પોતે આવવાના બદલે વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યા હતા, જેના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) નારાજ થયા છે. બીજીતરફ યુક્રેનના એક અધિકારીએ આક્ષેપ કર્યો છે કે, ‘તુર્કેઈમાં બે કલાક યોજાયેલી બેઠકમાં રશિયાએ અસ્વિકાર્ય માંગો મુકી છે.’

બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવ્યા
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થાય તે માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ટ્રમ્પના પ્રયાસના ભાગરુપે જ તુર્કેઈમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ પણ અહીં આવી પહોંચ્યા હતા. બેઠકમાં તુર્કેઈના વિદેશમંત્રી હકાન ફિદાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

પુતિન બેઠકમાં ગેરહાજર, પ્રતિનિધિઓને મોકલ્યા
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) તો સ્વયં ઉપસ્થિત રહ્યા ન હતા, પરંતુ તેઓએ રશિયન પ્રતિનિધિ મંડળમાં વ્લાદીમીર મેડીન્સ્કી, નાયબ વિદેશ મંત્રી મિસાઈલ ગાલુઝિન, નાયબ સંરક્ષણ મંત્રી, એલેકઝાંડર ફોમિન અને રશિયન આર્મ્ડ ફોર્સીસની મેઈન ડીરેકટરેસના વડા ઈગોર કોસ્યુકોવને મોકલ્યા હતા. ઉપરાંત ફર્સ્ટ ડેપ્યુટી હેડ ઓફ ધ જનરલ સ્ટાફ ઈર્ન્ફમેશન ડીપાર્ટમેન્ટ ડેપ્યુટી હેડ ઓફ પ્રેસિડેન્શ્યલ ડીરેકરટરેટ ફોર હ્યુમેનિટેરિયન પોલીસી એલેક્સી એલેક્સી પોલિચ્યુક અને ડીફેન્સ મીનિસ્ટ્રીનો ઈન્ટરનેશનલ મિલીટરી કો-ઓપરેશનની ડીરેકટરોના ડેપ્યુટી હેડ, વિક્ટર શેવત્સોવ પણ હતા. આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વ્લાદીમીર મેડીન્સ્કીએ કર્યું હતું.

હવે વધુ રક્તપાતની નહિ, રશિયા સંમત થશે નહીંતર કડકતા વધશે
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ વિશ્વને યુદ્ધ રોકવા માટે એક થવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, જર્મન ચાન્સેલર મેર્ઝ, બ્રિટિશ વડા પ્રધાન સ્ટારમર અને પોલેન્ડના વડા પ્રધાન ટસ્ક સાથે ફોન પર વાત કરી. આ વાતચીત ઇસ્તંબુલમાં યોજાયેલી શાંતિ મંત્રણા પછી થઈ હતી.

ઝેલેન્સ્કીએ કહ્યું:
યુક્રેન નિષ્ઠાપૂર્વક શાંતિ ઇચ્છે છે અને આ હાંસલ કરવા માટે દરેક જરૂરી પગલાં લેવા તૈયાર છે. અમે ઇચ્છીએ છીએ કે આ યુદ્ધ શક્ય તેટલું જલ્દી સમાપ્ત થાય. પરંતુ જો રશિયા બિનશરતી યુદ્ધવિરામ માટે સંમત થવાનો અને હત્યા બંધ કરવાનો ઇનકાર કરે છે, તો તેના પર વધુ કડક પ્રતિબંધો લાદવા જોઈએ.

 

Related News

Icon