Home / World : Submarine carrying 44 passengers sinks in Egypt

ઈજિપ્તમાં મોટી દુર્ઘટના/ 44 લોકો સાથેની ટુરિસ્ટ સબમરીન ડૂબી, 6ના મોત- 14થી વધુ ઘાયલ

ઈજિપ્તમાં મોટી દુર્ઘટના/ 44 લોકો સાથેની ટુરિસ્ટ સબમરીન ડૂબી, 6ના મોત- 14થી વધુ ઘાયલ

ઈજિપ્તના રેડ સીમાં હર્ગડા શહેરના દરિયામાં આજે એક ટુરિસ્ટ સબમરીન ડૂબી ગઈ છે. આ ભયાવહ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત અને નવ ઘાયલ થવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના બાદ આશરે 29 લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાં ચાર ગંભીર રૂપે ઘાયલ છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજિપ્તના હર્ગડા શહેરના તટ પર અચાનક પાણીમાં ગરકાવ થયેલી આ ટુરિસ્ટ સબમરીનનું નામ સિંદબાદ હતું. જેમાં 44 લોકો સવાર હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

21 એમ્બ્યુલન્સ સાથે બચાવ અભિયાન

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ઘાયલોને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે 21 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. સિંદબાદ સબમરીનમાં કુલ 44 પેસેન્જર જુદા-જુદા દેશના હતાં. જે ઈજિપ્તના રેડ સીની ઊંડાઈમાં કોરલ રિફ્સ અને ટ્રોપિકલ માછલીઓ નિહાળવા માટે આવ્યા હતા. આ ટુરિસ્ટ સબમરિન સમુદ્રમાં 72 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે. પરંતુ કોઈ અજાણ્યા કારણોવશ તે પાણીમાં ગરકાવ થઈ હતી. ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

ચાર મહિના પહેલાં યાટ ડૂબી હતી

ચાર મહિના પહેલાં રાતા સમુદ્રમાં ટુરિસ્ટ યાટ ડૂબી હતી.  તે સમયે પણ સ્થાનિક સત્તાધીશોએ દરિયામાં કરંટ વધ્યો હોવાની ચેતવણી આપી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ડૂબ્યા હતા. જ્યારે 33ને બચાવી લેવામાં આવ્યા હતા. 

TOPICS: Submarine Egypt
Related News

Icon