Home / World : Taliban bans chess

અફઘાનિસ્તાનમાં Chess પર પ્રતિબંધ, તાલિબાને શરિયા કાયદાની વિરૂદ્ધ ગણાવ્યું

અફઘાનિસ્તાનમાં Chess પર પ્રતિબંધ, તાલિબાને શરિયા કાયદાની વિરૂદ્ધ ગણાવ્યું

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ચેસની રમત પર પ્રતિબંધ મુક્યો છે. તાલિબાનને ડર છે કે આ રમત જુગાર રમવાની રીત બની ગઇ છે. એક રિપોર્ટ અનુસાર , તાલિબાની અધિકારીઓએ કહ્યુ કે ચેસની રમત પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મુકવામાં આવે છે. પહેલા આ વાતની તપાસ કરવામાં આવશે કે ઇસ્લામી કાયદા અનુસાર ચેસની રમતને રમવી યોગ્ય છે કે નથી. આ આધારની તપાસ બાદ તેને હંમેશા માટે પ્રતિબંધ મુકવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અફઘાનિસ્તાનમાં ચેસ પ્રથમ એવી રમત નથી જેના પર તાલિબાને પ્રતિબંધ મુક્યો હોય. સૌથી ખરાબ હાલત ત્યાની મહિલાઓની છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓને કોઇ પણ રમતમાં ભાગ લેવાની પરવાનગી નથી.

તાલિબાને કેમ આવો નિર્ણય લીધો?

તાલિબાન સરકારે 2021માં સત્તા પર કબ્જો કર્યા બાદથી સતત એવા કાયદા અને નિયમ લાગુ કર્યા છે જે ઇસ્લામી કાયદા પ્રત્યે તેના કટ્ટરપંથી વિચારને દર્શાવે છે. રમત મંત્રાલયના પ્રવક્તા અટલ મશવાનીએ જણાવ્યું, "શરિયા (ઇસ્લામી કાયદો)માં ચેસને જુગારનું સાધન માનવામાં આવે છે.અફઘાનિસ્તાનમાં ચેસની રમત પર પ્રતિબંધ છે.અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ચેસ ફેડરેશન દ્વારા લગભગ બે વર્ષથી કોઈ સત્તાવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી."

મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે, તાલિબાને મિશ્ર માર્શલ આર્ટ્સ (MMA) જેવી ફ્રી સ્ટાઇલ લડાઈઓ પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે તે ખૂબ "હિંસક" અને "શરિયાના સંદર્ભમાં સમસ્યારૂપ" છે.

 

Related News

Icon