Home / World : Tensions in Pakistan increased as Russia shot down Ukraine's most powerful 'American F-16'

Russia એ યુક્રેનના સૌથી શક્તિશાળી 'American F-16'ને તોડી પાડતાં પાકિસ્તાનનું ટેન્શન વધ્યું, જાણો શું છે કારણ

Russia એ યુક્રેનના સૌથી શક્તિશાળી 'American F-16'ને તોડી પાડતાં પાકિસ્તાનનું ટેન્શન વધ્યું, જાણો શું છે કારણ

Russia Ukraine War: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનાને મોટી સફળતા મળી છે. રશિયન રક્ષા મંત્રાલયે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે, ફોર્સે યુક્રેનમાં અમેરિકન ડિઝાઈન વાળા એફ-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું છે. જો કે, Russia એ જગ્યાનો ખુલાસો નથી કર્યો. એવું પહેલીવાર બન્યું છે જ્યારે રશિયાએ American F-16ને નષ્ટ કરવાની જાહેરાત કરી છે. આ ઘટનાથી પાકિસ્તાન ચિંતામાં મૂકાયું છે, કારણ કે પાકિસ્તાન પાસે લગભગ 85 F-16 ફાઇટર જેટ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રશિયન મંત્રાલયે પોતાના બ્રીફિંગમાં કહ્યું હતું કે, 'યુક્રેનની વાયુ સેનાના એક American F-16 વિમાનને હવાઈ રક્ષા સાધનોએ તોડી પાડ્યું.' જો કે, આ અંગે કોઈ અન્ય માહિતી આપવામાં આવી નથી. આ અગાઉ પહેલા શનિવારે (12 એપ્રિલ, 2025) યુક્રેનના વાયુ સેનાએ પોતાના એક એફ-16 લડાકૂ વિમાન ગુમ થયાની માહિતી આપી હતી. ત્યારબાદ વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણોની તપાસ કરવા માટે એક આંતર-વિભાગીય કમિશનની રચના કરવામાં આવી.

રશિયાએ એફ-16ને તોડી પાડવા માટે કયા હથિયારનો ઉપયોગ કર્યો?

યુક્રેની સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, એફ-16એ રશિયન સેનાએ તોડી પાડ્યું હતું. કુલ મળીને રશિયનોએ વિમાન પર ત્રણ મિસાઈલો છોડી હતી અથવા તો એસ-400 ગ્રાઉન્ડ-બેસ્ડ સિસ્ટમથી નિર્દેશિત એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ હતી અથવા આર-37 એર-ટુ-એર મિસાઈલ હતી.

Related News

Icon