
Israel-Iran War: ઈરાનના યુદ્ધ પ્રભાવિત વિસ્તાર મશહદથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચાલી રહેલા બચાવ અભિયાન 'ઓપરેશન સિંધુ' હેઠળ મહન એરની બીજી વિશેષ ફ્લાઇટ (W5071) શનિવારે રાત્રે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. આ ફ્લાઇટમાં લગભગ 290થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ હતા, જેમાં મોટી સંખ્યામાં કાશ્મીરી વિદ્યાર્થીઓ હતા.
વિદેશ મંત્રાલય પાસેથી મળતી માહિતી મુજબ, આ ફ્લાઇટ રાત્રે 11:30 વાગ્યે દિલ્હી પહોંચી હતી. આ સાથે જ અત્યાર સુધીમાં 1117 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંધુએ હવે ગતિ પકડી છે અને રવિવારે ઈરાનથી દિલ્હી બે વધુ ખાસ ફ્લાઇટ્સ આવવાની યોજના છે.
https://twitter.com/MEAIndia/status/1936494125164921128
JK સ્ટુડન્ટ એસોસિએશને શું કહ્યું?
જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ એસોસિએશને આ સફળ બચાવ કામગીરી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ પરિવારો માટે ભાવનાત્મક ક્ષણ છે જેઓ તેમના બાળકોના સુરક્ષિત પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વિદ્યાર્થીઓના તેમના વતન પરત ફરવાથી પરિવારોને ઊંડી રાહત અને દિલાસો મળ્યો છે.'
સંગઠને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હતા અને માનસિક રીતે થાકી ગયા હતા. યુદ્ધગ્રસ્ત વાતાવરણમાં તેમના માટે જીવવું ખૂબ જ મુશ્કેલ હતું. તેઓ સલામત ઘરે પરત ફર્યા જેથી હવે મોટી રાહત થઈ છે, ખાસ કરીને કાશ્મીર માટે કારણ કે, અહીંના મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં હતા.
700 કાશ્મીરી વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાની અપીલ
એસોસિએશને ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને ઈરાનમાં ભારતીય દૂતાવાસનો પણ આભાર માન્યો અને કહ્યું કે, તેમણે સમયસર અને કાર્યક્ષમ સંકલન સાથે વિદ્યાર્થીઓની વાપસી સુનિશ્ચિત કરી. આ સાથે જ જમ્મુ-કાશ્મીર સ્ટુડન્સ એસોસિએશનને અપીલ કરી કે, જે વિદ્યાર્થી હજુ પણ ઈરાનના વિવિધ ભાગોમાં ફસાયેલા છે, ખાસ કરીને કાશ્મીરના કાશ્મીરના આશરે 700 વિદ્યાર્થીઓને જલ્દીમાં જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવે અને ત્યાંથી સ્વદેશ લાવવામાં આવે.
ઇરાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે યાત્રાર્થે પણ ત્યાં પહોંચેલા ભારતીયો સહિત નોકરી અને વ્યાપાર માટે પણ ત્યાં રહેલા ભારતીયોને પણ સ્વદેશ લાવવાની કાર્યવાહી તહેરાન સ્થિત આપણાં દૂતાવાસે તથા મશાદ જેમાં શહેરોમાં રહેલાં ઉપદૂતાવાસોએ ભારતીયોને સ્વદેશ પહોંચાડવા રાત-દિવસ કાર્યવાહી ચાલુ રાખી છે.
બચવાની કોઈ આશા જ ન હતી
ઇરાનથી સ્વદેશ આવેલા ઝફર અબ્બાસ નકવીએ માશાદ ઉપર થયેલી અગન વર્ષાની હકીકત કહેતાં જણાવ્યું હતું કે સાયરનના અવાજો અને બોમ્બના તથા મિસાઇલ્સના ધડાકાન લીધે હું અને મારૃં કુટુંબ ઘરના એક સલામત લાગતા ખૂણામાં સંકોડાઈ બેસી રહ્યાં હતાં. બચવાની કોઈ આશા જ ન હતી. છેવટે ભારતીય ઉપદૂતાવાસનો સંપર્ક સાધ્યો. તેઓએ આશ્વાસન આપતાં કહ્યું કે થોડી વારમાં જ તમોને સ્વદેશ લઇ જવા વિમાન આવશે જ.
દરમિયાન ભારતનાં વિદેશ મંત્રાલયે ઇરાનના સત્તાધિશો પાસેથી ભારતીયોને લઇ જવા માટેનાં વિમાનને ઉતરાણ ચઢાણ માટે પરવાનગી મેળવી લીધી હતી. અહીંથી વિમાન આકાશ સ્થિત થયું તે પછી લગભગ તુર્ત જ મશાદ ઉપર અગનવર્ષા શરૂ થઇ હતી. તે સંદર્ભે નકવીએ વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીનો આભાર માન્યો હતો.
તહેરાનથી ભારત પરત લવાયેલાં કુલસુમ બાનુએ કહ્યું હતું કે ઇરાનમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ થઇ ગઈ છે અમે અત્યંત ચિંતામાં હતાં. તેવામાં ભારત સરકારે અમારી સહાયે આવી અને અમને સહિસલામત પાછાં લાવવામાં આવ્યાં.
અમે આભાર પણ માની શક્યા નહીં.
મશાદ સ્થિત મોહમ્મદ અલિ કાસીમે દિલ્હીનાં ઇંદીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાં પત્રકારોને કહ્યું કે હું મશાદથી આવું છું. ઘર વાપસી ઘણી મધુર લાગે છે તે માટે હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજી અને વિશેષત: વડાપ્રધાન મોદીજીનો આભાર માનું છું. આ કાર્યવાહી એટલી ઝડપથી થઇ કે અમારી પાસે આભાર માનવાનો પણ સમય ન રહ્યો અમે આભાર પણ માની શક્યા નહીં.