
ભારતને અમેરિકામાં મોટી સફળતા મળી છે. 26/11 મુંબઇ હુમલા આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. રાણાના પ્રત્યાર્પણ માટે અમેરિકન કોર્ટે લીલી ઝંડી આપી છે.
અમેરિકન કોર્ટે ઓગસ્ટ 2024માં ચુકાદો સંભળાવતા ભારત-અમેરિકન પ્રત્યાર્પણ સંધિ હેઠળ તહવ્વુર રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી છે. તહવ્વુર રાણા પર આરોપ છે કે તેને 26/11 માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીની મદદ કરી હતી. હેડલીએ મુંબઇમાં ઠેકાણાની રેકી કરી હતી.
આ પહેલા ભારતે અમેરિકન કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા જેમાં રાણા સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાણા વિરૂદ્ધ ભારતમાં લાગેલા આરોપમાં અમેરિકન કોર્ટના કેસથી અલગ છે. બન્ને દેશો વચ્ચે જે સમજૂતિ છે જેની હેઠળ તેમને ભારત સમર્પિત કરવામાં આવી શકે છે.
રાણાની અરજી ફગાવાઈ
કોર્ટે રાણાની અરજી ફગાવી છે. જેમાં મુંબઈ આતંકી હુમલામાં સંડોવાયેલા આરોપીને ભારતને સોંપવાનો વિરોધ કરાયો હતો. કોર્ટે કહ્યું કે, ભારતે રાણા વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવા રજૂ કર્યા હોવાથી તેમનો પ્રત્યાર્પણનો આદેશ યોગ્ય છે. મુંબઈ પોલીસની 26/11 હુમલા સંબંધિત ચાર્જશીટમાં રાણાનો ઉલ્લેખ કર્યો હતો. રાણા પર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસિઝ ઈન્ટેલિજન્સ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક સક્રિય સભ્ય હોવાનો આરોપ છે. ચાર્જશીટ અનુસાર, રાણાએ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીની પણ મદદ કરી હતી. જેણે મુંબઈમાં હુમલાઓ કરવા રેકી કરી હતી.
આ પણ વાંચો: યમનમાં કેરળની નર્સને લાગ્યો ઝટકો,રાષ્ટ્રપતિએ આપી ફાંસીની સજાને મંજૂરી
પ્રત્યાર્પણ સંધિ હેઠળ લેવાયો નિર્ણય
કોર્ટે જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 26/11 મુંબઈ આતંકી હુમલાના એક વર્ષ બાદ એફબીઆઈએ શિકાગોમાં રાણાની ધરપકડ કરી હતી. રાણા અને તેના સાથી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઈ હુમલા માટે સ્થળોની રેકી કરી હતી. પાકિસ્તાનના આંતકવાદીઓએ હુમલાને અંજામ આપવા માટે તમામ પ્લાનિંગ કર્યા હતા.