
નવી દિલ્હીમાં યોજાયેલા રાયસીના ડાયલોગમાં ભાગ લેતાંફિલિપાઈન્સ ના વિદેશ મંત્રી એનરિકે મેના લોએ ભારત-ફિલિપાઈન્સના બ્રહ્મોસ મિસાઇલ સોદાને બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્વનું પગલું રહ્યું હતું. આ સાથે આ કરારો અંગે બોલતાં તેઓએ વિવિધ સંરક્ષણ ક્ષેત્રોમાં સ્થપાનારા બંને દેશોના સહકાર અંગે કહ્યું હતું કે આ કરારો તે માટે માર્ગદર્શક બની રહ્યા છે. આ કરારોના પગલે બંને દેશો વચ્ચે સંરક્ષણ સાધનો સંરક્ષણ સહકાર તાલિમ અને વરિષ્ટ અધિકારીઓ આપ લે તથા ઓપરેશનલ ફેસીલીટીઝ વિકસાવવા માટે માર્ગદર્શક બનશે.
બ્રહ્મપુત્રા નદી અને મોસ્કો નદી પરથી પાડવામાં આવ્યું
રશિયાના સહકારથી રચાયેલાં આ સુપર સોનિક મિસાઇલનું નામ બ્રહ્મપુત્રા નદી અને મોસ્કો નદી પરથી પાડવામાં આવ્યું છે. સાથે આ નામ પુરાણ કથાઓ અને મહાકાવ્યોમાં કહેલાં બ્રહ્માસ્ત્ર શબ્દની યાદ આપે છે.આ પૂર્વે એનરિકો માનાલોએ સોમવારે ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફીક્કી)ના સભ્યો સાથે મંત્રણા કરી હતી. ફીક્કીના પ્રમુખ હર્ષ વર્ધન અગ્રવાલે તેમનાં વક્તવ્યમાં બંને દેશો વચ્ચે વ્યાપાર વૃદ્ધિ માટે અનુરોધ કર્યો હતો.
ચીનની વધતી જતી દાદાગીરીને લીધે ફિલિપીન્ઝને માટે ભારે મુશ્કેલી
દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી જતી દાદાગીરીને લીધે ફિલિપાઈન્સ માટે ભારે મુશ્કેલી ઉભી થઇ છે.ફિલિપાઈન્સ પાસેની ખંડીય ધાજલી સુધી ચીનનાં યુદ્ધ જહાજો ચકરાવા કાપે છે. તેની કોસ્ટગાર્ડની નૌકાઓમાંથી ફિલિપીન્ઝ જહાજો ઉપર પાણીનો મારો ચલાવે છે તે સંયોગોમાં ફિલિપાઈન્સ ભારત સાથે સંરક્ષણ કરારો કરવા આતુર હોય તે સહજ છે.