
ટેરિફ પ્રશ્ને ટ્રમ્પ પાસેથી વધુમાં વધુ છૂટછાટો મેળવવા જાપાન પ્રયત્નો કરી રહ્યું છે. તે માટે વિચાર વિમર્શ કરવા જાપાનનું પ્રતિનિધિ મંડળ વૉશિંગ્ટન પહોંચ્યું છે. વાસ્તવમાં આટલા ઊંચા ટેરીફે જાપાનનાં અર્થતંત્ર ઉપર પણ અસર કરી છે. અમેરિકા અને જાપાનમાં પ્રતિનિધિ મંડળો તે અંગે મંત્રણા કરી રહ્યા હતા. ત્યારે પ્રમુખ ટ્રમ્પ સહજ રીતે જ પહોંચ્યા હોય તેમ તે મંત્રણા ખંડમાં પહોંચી ગયા હતાં. અમેરિકા તરફથી નાણા મંત્રી સ્કોટ બિસ્સેન્ટ વાણિજ્ય મંત્રી હાવર્ડ વ્યુહનિક તેમ જ અમેરિકાના ટોચના આર્થિક સલાહકારો ઉપસ્થિત હતા.
ટ્રમ્પ જાપાન સાથેના વ્યાપાર વિનિમયને કેટલું મહત્વ આપે છે
આ મંત્રણા સમયે ટ્રમ્પની ઉપસ્થિતિ દર્શાવે છે કે ટ્રમ્પ જાપાન સાથેના વ્યાપાર વિનિમયને કેટલું મહત્વ આપે છે. ટ્રમ્પે જાપાનનની ચીજોની આયાતો ઉપર ૨૪ ટકા જેટલો ટેરિફ જાહેર કરી દીધો હતો. તેમણે વિશ્વના તમામ દેશોની ચીજોની આયાતો ઉપર ભારે ટેરિફ નાખતાં ગજબનો વિરોધ થયો. છેવટે તેમને તે ટેરિફનો અમલ ૯૦ દિવસ સુધી મોકુફ રાખવો પડયો છે. દરમિયાન બીજા દેશોએ મંત્રણા માટે સમય માગ્યો છે.
જાપાનની ચીજો ઉપર ૧૦ ટકા ટેરિફ હતો ૨૪ ટકા કરાયો
જાપાનની ચીજો ઉપર ૧૦ ટકા ટેરિફ હતો ૨૪ ટકા કરાયો હતો. તેમાં પણ મોટર, તેના સ્પેરપાર્ટસ સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર તો ૨૫ ટકા ટેરિફ લાદવાની વાત હતી. તેથી જાપાનનાં અર્થતંત્રને નુકસાન થાય તે સહજ છે. માટે જાપાનના વડા પ્રધાન શિંગેરૂ ઇશિયા ટેરિફ અંગે ટ્રમ્પ પાસેથી વધુમાં વધુ છૂટછાટો મેળવવા પ્રયત્નો કરે છે.બીજી તરફ ચીનના પ્રમુખ શી જિનપિંગ અત્યારે દ.પૂ. એશિયાના દેશોની મુલાકાત લઇ રહ્ય છે. અને ટ્રમ્પે લાદેલા વધારાના ટેરિફનો વિરોધ કરવા કરી રહ્યા છે.