Home / World : There is no leakage at Pakistan's nuclear site International Atomic Energy Agency clarifies

'પાકિસ્તાનની ન્યૂક્લિયર સાઇટમાં કોઇ લીકેજ નથી',આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ કરી સ્પષ્ટતા

'પાકિસ્તાનની ન્યૂક્લિયર સાઇટમાં કોઇ લીકેજ નથી',આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ કરી સ્પષ્ટતા

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)એ જણાવ્યું કે ભારતના સૈન્ય હુમલા બાદ પાકિસ્તાનના કોઇ પણ ન્યૂક્લિયર સાઇટમાંથી રેડિએશન લીક થયુ નથી. IAEA ગ્લોબલ ન્યૂક્લિયર વૉચડૉગ છે. આ તમામ દેશના ન્યૂક્લિયર પ્રોગ્રામ પર નજર રાખે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓસ્ટ્રેલિયાના પાટનગર વિયેના સ્થિત પરમાણુ પર નજર રાખતી સંસ્થા IAEAએ કેટલાક સવાલ મોકલ્યા હતા જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું કિરાના હિલ્સ સ્થિત પાકિસ્તાનના ન્યૂક્લિયર બેસમાંથી રેડિએશન લીકના કોઇ સમાચાર IAEAના ધ્યાનમાં છે. IAEAના પ્રવક્તાએ જણાવ્યું, તમે જે રિપોર્ટનો ઉલ્લેખ કરી રહ્યાં છો તેનાથી અમે વાકેફ છીએ. IAEA પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, પાકિસ્તાનના કોઇપણ પરમાણુ પ્લાન્ટમાંથી રેડિયેશન લીક થવાની કોઈ ઘટના બની નથી.

વર્ષ 2005માં IAEAમાં એક ઇમરજન્સી કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું તેનું કામ ન્યૂક્લિયર રેડિએશન લીક જેવી ઇમરજન્સી સ્થિતિ પર નજર રાખવાનું છે અને તેનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે.

અમેરિકાએ શું કહ્યું હતું?

અમેરિકન વિદેશ વિભાગને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પરમાણુ વિકિરણ લીક મામલે અમેરિકાની ટીમ પાકિસ્તાન ગઇ છે? આ સવાલનુો જવાબ આપતા અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે 'આ સમયે મારી પાસે આ પૂર્વાલોકન કરવા માટે કઇ નથી.' તેમના નિવેદનનો અર્થ એવો થાય છે કે એવું કઇ નથી જેની તપાસ કરી શકાય એટલે કે અમેરિકાએ એક રીતે ન્યૂક્લિયર રેડિએશન તપાસના સમાચારનું ખંડન કર્યું છે.

પરમાણુ સાઇટમાં રેડિએશન લીકની અફવા કેમ ફેલાઇ?

આ અફવાઓ ત્યારે શરૂ થઇ જ્યારે ભારતે Operation Sindoor હેઠળ કેટલાક પાકિસ્તાની એરબેઝો પર સચોટ હવાઇ હુમલો કર્યો હતો જેમાં સરગોધા અને નૂરખાન એરબેઝ પણ સામેલ હતો. આ બે મહત્ત્વપૂર્ણ સ્થળો  પરમાણુ સંબંધિ પાયાના ઢાંચાની નજીક છે.રાવલપિંડીમાં સ્થિત નૂરખાન એરબેઝ પાકિસ્તાનના ન્યૂક્લિયર કમાન્ડ સેન્ટરથી કેટલાક કિલોમીટર દૂર છે. અહીંથી પાકિસ્તાનના ન્યૂક્લિયર કાર્યક્રમોનું મેનેજમેન્ટ થાય છે. આ વચ્ચે સરગોધા એરબેઝ જ્યાં ભારતે હુમલો કર્યો હતો તે કિરાણા હિલ્સથી 20 કિલોમીટર દૂર છે અને અહીં મુશરફ એરબેઝ છે જ્યાંથી પાકિસ્તાન પોતાના F-16 અને JF-17 યુદ્ધ વિમાનોને ઓપરેટ કરે છે

 

 

Related News

Icon