
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભીષણ સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. ઈઝરાયલ જે રીતે ઈરાન પર આડેધડ હુમલા કરી રહ્યું છે તે રીતે જ ઈરાન પણ હવે ઈઝરાયલમાં તબાહી મચાવવામાં પીછેહઠ કરી રહ્યું નથી. ઈરાને ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલથી હુમલા કરીને ઈઝરાયલને હચમચાવી નાખ્યું છે. તો સામે હવે ઈઝરાયલે હવે ખામેનેઈને ખતમ કરવાની ધમકી આપી છે.
ક્યાં કર્યા હુમલા?
https://twitter.com/YossiAmar_/status/1935556886335549513
લેટેસ્ટ માહિતી અનુસાર ઈરાને ઈઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલને નિશાન બનાવી હતી. 4 બેલેસ્ટિક મિસાઈલ ઝીંકીને ઈરાને અહીં મોટાપાયે વિનાશ વેર્યો હતો. હુમલા બાદના દૃશ્યો પણ સામે આવ્યા હતા જેમાં હોસ્પિટલને થયેલું મોટું નુકસાન દેખાઈ રહ્યું છે. જોકે હજુ સુધી આ હુમલામાં કેટલા લોકોના મોત કે ઈજાગ્રસ્ત થયા છે તેના આંકડા સામે આવ્યા નથી.
https://twitter.com/Isaac_Herzog/status/1935576516483506667
ઈઝરાયલે આપ્યું રિએક્શન
ઈઝરાયલના વિદેશ મંત્રાલયે ઈરાનના હુમલા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે બીર્શેબામાં સોરોકા હોસ્પિટલ પર ઈરાને બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. અમે તમામ લોકોની સુરક્ષા માટે જે થઇ શકશે તે કરીશું. હાલમાં હોસ્પિટલને ભારે નુકસાન થયું હોવાથી લોકોને અમારી અપીલ છે કે તેઓ હોસ્પિટલ સારવાર માટે ન આવે.
ઈરાન દ્વારા સોરોકા હોસ્પિટલ પર મિસાઈલ છોડ્યા બાદ ઈઝરાયલી સંરક્ષણમંત્રીએ તેહરાન પર નવી ટેકનિક સાથે હુમલો કરવાનું એલાન કર્યું છે. તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈને ખતમ કરવાની પણ ખુલ્લેઆમ ચેતવણી આપી છે. અગાઉ, ઈઝરાયલી પીએમએ પણ ઈરાનને પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી.
ઇઝરાયલના સંરક્ષણમંત્રી કાત્જેએ કહ્યું હતું કે, દક્ષિણ ઇઝરાયલમાં સોરોકા હોસ્પિટલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલા બાદ ઈરાનના નેતા અલી ખામેનેઈને યુદ્ધ ક્રાઈમ માટે જવાબદાર ઠેરવવામાં આવશે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ ખામેનેઈને કાયર ગણાવતા કહ્યું કે, 'કાયર ઈરાની સરમુખત્યાર એક મજબૂત બંકરની અંદર બેઠા બેઠા ઇઝરાયલમાં હોસ્પિટલો અને રહેણાંક ઇમારતો પર જાણી જોઈને હુમલા કરી રહ્યો છે.' 'આ સૌથી ખરાબ પ્રકારના યુદ્ધ ગુનાઓ છે અને ખામેનીને તેમના ગુનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવશે.'