Home / World : Trump government takes major action against illegal immigrants, imposes fine of $500 million

ટ્રમ્પ સરકારની ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી, અંદાજે 50 કરોડ ડોલરનો ફટકાર્યો દંડ

ટ્રમ્પ સરકારની ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી, અંદાજે 50 કરોડ ડોલરનો ફટકાર્યો દંડ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદે રહેતાં ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધની કવાયત દિવસેને દિવસે આકરું સ્વરૂપ ધારણ કરી રહી છે. ઇમિગ્રેશન ઑથોરિટીએ હાલ અમેરિકામાં વસતાં 4500 જેટલા ઇમિગ્રન્ટ્સને અંદાજે 50 કરોડ ડૉલરનો દંડ ફટકાર્યો છે. જેમાં અમુક ઇમિગ્રન્ટ્સને 18 લાખ ડૉલરનો ઊંચો દંડ કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રમ્પ સરકારે આ દંડ ફટકારતી નોટિસ આપવા પાછળનું કારણ અમેરિકામાં ગેરકાયદે વસવાટ જણાવ્યું છે. યુએસ ઇમિગ્રેશન ઑથોરિટી દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે, દેશમાં ગેરકાયદે વસવાટ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારો અનુસાર ડિપોર્ટેશનનો આદેશ હોવા છતાં અમેરિકામાં વસવાટ કરવા બદલ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દંડ ફટકારવામાં આવ્યો છે.

30 દિવસમાં આપવાનો રહેશે જવાબ

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન ઑથોરિટી દ્વારા ગેરકાયદે વસવાટ કરતાં લોકોને દંડ ફટકારતી નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસનો જવાબ 30 દિવસની અંદર આપવાનો રહેશે. જેમાં ડિપોર્ટેશનનો ઓર્ડરનો અમલ કરવાની પ્રતિજ્ઞા લેતું લેખિત નિવેદન રજૂ કરવાનું રહેશે. અમુક કિસ્સામાં દંડ ન લાગુ કરવાના માન્ય કારણો પુરાવાઓ સાથે રજૂ કરવાના રહેશે.

રોજના 998 ડૉલરનો દંડ

ટ્રમ્પ સરકારે સેલ્ફ-ડિપોર્ટેશનને પ્રોત્સાહન આપવા બોર્ડર સ્ટ્રેટેજીના ભાગરૂપે દંડની જોગવાઈ ઘડી છે. જેમાં ગેરકાયદે વસતાં ઇમિગ્રન્ટસ પર ડિપોર્ટેશનના આદેશને અવગણના કરવા બદલ રોજના 998 ડૉલર લેખે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જેમાં પાંચ વર્ષનો એક સામટો 18 લાખ ડૉલરનો દંડ પણ લાગુ છે. વધુમાં દંડ ચૂકવવામાં નિષ્ફળ રહેનારાઓની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ જોગવાઈ છે. 

 

Related News

Icon