Home / World : Trump's appeal to include the Gaza Strip in Jordan and Egypt: Uproar in Middle East

ગાઝા પટ્ટીને જોર્ડન અને ઈજિપ્તમાં સામેલ કરવા ટ્રમ્પની અપીલ:  મધ્ય-પૂર્વીય દેશોમાં ખળભળાટ

ગાઝા પટ્ટીને જોર્ડન અને ઈજિપ્તમાં સામેલ કરવા ટ્રમ્પની અપીલ:  મધ્ય-પૂર્વીય દેશોમાં ખળભળાટ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પટ્ટીને જોર્ડન અને ઈજિપ્તમાં સામેલ કરવાની અપીલ કરતાં મધ્ય-પૂર્વીય દેશોમાં ખળભળાટ મચ્યો છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા અઢાર મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો હાલ વિરામ આવ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રમ્પે ઈજિપ્ત અને જોર્ડનને કરી અપીલ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈજિપ્ત અને જોર્ડનને અપીલ કરી છે કે, તેઓ ગાઝાની વસ્તીને પોતાને ત્યાં વસાવી લે છે. જોર્ડન આશરે 15 લાખ જેટલા ગાઝાના લોકોને પોતાને ત્યાં રહેવા આશરો આપે, જ્યારે ઈજિપ્ત પણ તેમને રહેવાની મંજૂરી આપે. તેમના માટે હાઉસિંગ કોલોની બનાવી શકે છે.

બંને દેશોએ વિરોધ કર્યો

ટ્રમ્પની આ અપીલનો બંને દેશોએ વિરોધ કર્યો છે. જોર્ડને ટ્રમ્પની આ ભલામણને ફગાવી દીધી છે. જ્યારે ઈજિપ્તે પણ તો વિરોધ કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું જોર્ડનના રાજા અબ્દુલ્લાને અપીલ કરીશ કે, તેઓ ગાઝાના વધુને વધુ લોકોને આશરો આપે. ગાઝાની સ્થિતિ ખરાબ હોવાથી આ નિર્ણય લેવા અપીલ છે. ઈજિપ્તના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે ગાઝાના લોકોને દબાણપૂર્વક તેમનું વતન છોડવા મજબૂર કરી શકીએ નહીં. અમે આ યોજનાનો વિરોધ કરીએ છીએ. જેનાથી સ્થિરતા ખોરવાશે, તેમજ ફરી યુદ્ધ શરૂ થવાની શક્યતા ઉભી થશે. 

મધ્ય-પૂર્વીય દેશોનો માગ્યો સાથ

ટ્રમ્પે પોતાની આ સલાહ પર મધ્ય-પૂર્વના અન્ય દેશોને પણ સહકાર આપવા અપીલ કરી છે. તેમણે તેઓને યુદ્ધમાં પાયમાલ બનેલા ગાઝાના લોકો માટે હાઉસિંગ વિકસાવવા અને અમુક સુવિધાઓ ઉભી કરવા ભલામણ કરી છે. ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલેલા યુદ્ધમાં ગાઝાની 60 ટકા ઈમારતો કાટમાળમાં તબદીલ થઈ છે. 92 ટકા ઘર નષ્ટ થયા છે. 

ટ્રમ્પની આ સલાહ ઈઝરાયેલ માટે લાભદાયી

ઈસ્લામિક દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પની આ સલાહ ઈઝરાયેલ માટે લાભદાયી હોવાની શક્યતા દર્શાવી છે. આ પ્રસ્તાવ અંગે લોકોમાં ભય છે કે, ટ્રમ્પની આ સલાહથી ઈઝરાયેલને પ્રોત્સાહન મળશે, તેમજ તે ગાઝા પર કબજો કરવાનો પ્રયાસ કરશે. ઈઝરાયેલની શક્તિ વધશે.

 

Related News

Icon