Home / World : Trump's tariff war hit America hard? Will it feel these 5 setbacks?

વર્લ્ડ ટેરિફ વોર/ ટ્રમ્પનો ટેરિફ દાવ અમેરિકાને ભારે પડ્યો? લાગશે આ 5 ઝટકા

વર્લ્ડ ટેરિફ વોર/ ટ્રમ્પનો ટેરિફ દાવ અમેરિકાને ભારે પડ્યો? લાગશે આ 5 ઝટકા

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ ઘણા દેશો પર ટેરિફ લાદવાનું શરૂ કરી દીધું અને વિશ્વમાં ટ્રેડ વોર શરૂ કર્યું છે. તેમણે માત્ર ચીન, મેક્સિકો, કેનેડા પર જ નહીં પરંતુ ભારત પર પણ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. પરંતુ, બીજી તરફ, ટ્રમ્પના ટેરિફના જવાબમાં, ચીન સહિત અન્ય દેશોએ પણ વળતો જવાબ આપ્યો છે અને અમેરિકા પર ટેરિફની જાહેરાત કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો અમેરિકામાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને રાજકીય વર્તુળોથી લઈને મોટી હસ્તીઓ સુધી દરેક દ્વારા તેની ટીકા થઈ રહી છે. અમેરિકન રોકાણકાર અને વિશ્વના ટોચના અબજોપતિઓમાંના એક વોરેન બફેટે ટ્રમ્પ ટેરિફ પર વાત કરતા તેને એક પ્રકારનું યુદ્ધ ગણાવ્યું છે. એવામાં અમેરિકાને એક પછી એક ફટકા પડી રહ્યા છે. જાણીએ તેના વિષે...

1. ડોલરમાં ઘટાડો

છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે અમેરિકી ડોલરમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. 5 માર્ચના રોજ છેલ્લા ટ્રેડિંગ દિવસે, વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલર ઈન્ડેક્સ ઘટીને 105.7 થઈ ગયો હતો. નિષ્ણાતો માને છે કે અર્થવ્યવસ્થાની ધીમી ગતિ અને ટ્રમ્પ ટેરિફના જવાબમાં ઘણા દેશો દ્વારા જાહેર કરાયેલ વળતર ટેરિફની અસર ડોલર પર પડી છે. છેલ્લા એક સપ્તાહમાં જ અમેરિકી ડોલર લગભગ દોઢ ટકા તૂટ્યો છે.

2. અમેરિકન બજારોમાં ફુગાવાનો ડર

એક તરફ ભારત અને ચીન, મેક્સિકો, કેનેડા સહિત અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તેને એક એવો નિર્ણય ગણાવી રહ્યા છે જેનાથી સ્થાનિક ઉત્પાદનમાં વધારો થશે અને રોજગારીને વેગ મળશે તો બીજી તરફ અમેરિકન શેરબજારમાં તેની પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડાનો ટ્રેન્ડ જારી રહ્યો છે. 

જો અહેવાલોનું માનીએ તો, દેશના બજારો અમેરિકન વૃદ્ધિ પર ટેરિફ વોરની અસરને લઈને વધુને વધુ ચિંતિત બન્યા છે આ સાથે જ ફુગાવાનો પણ ભય છે. 

3. ક્રૂડ ઓઈલમાં ઘટાડો

ક્રૂડ ઓઈલની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને બેરલ દીઠ $ 70.85 થઈ ગઈ છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $ 67.74 થઈ ગઈ છે. જોકે, ક્રૂડ ઓઈલના ભાવમાં આ ઘટાડા પાછળ ઘણા કારણો છે અને અમેરિકન ટેરિફ પણ તેમાંથી એક છે. 

અહેવાલો અનુસાર, OPEC+ એપ્રિલ 2025 માં તેનું ઉત્પાદન વધારવાની યોજના બનાવી રહ્યું છે અને યુએસ પ્રમુખ ટ્રમ્પે પોતે OPEC+ ને થોડા દિવસો પહેલા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા માટે કહ્યું હતું. દરમિયાન, કેનેડા, મેક્સિકો અને ચીન પર યુએસ ટેરિફના જવાબમાં, અમેરિકા પર ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેડ વોર અને બજારોમાં અનિશ્ચિતતાના કારણે વેપાર પ્રભાવિત થવાની આશંકાની અસર ક્રૂડના ભાવ પર પણ દેખાઈ રહી છે.

4. ચીન, મેક્સિકો, કેનેડા વળતો હુમલો

અમેરિકાની ટેરિફ નીતિ હેઠળ, ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ ચીન, મેક્સિકો અને કેનેડાને નિશાન બનાવીને તેમના પર ટેરિફ લાદ્યા. અમેરિકાએ કેનેડા અને મેક્સિકોથી અમેરિકન આયાત પર 25% ટેરિફ લાદ્યો હતો, જે 4 માર્ચથી અમલમાં આવ્યો હતો, જ્યારે ચીનના સામાન પર પણ 20% ટેરિફ લાદવામાં આવ્યો હતો. જવાબમાં, જ્યારે કેનેડાએ અમેરિકન સામાન પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી, ત્યારે મેક્સિકોએ પણ રવિવારે આ અંગે નિર્ણય લેવાની જાહેરાત કરી. 
 
ચીને પણ અમેરિકન આયાત પર 10 થી 15% વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી, જે 10 માર્ચથી અમલમાં આવશે. એટલું જ નહીં ચીને 25 અમેરિકન કંપનીઓ પર નિકાસ-આયાત પર પ્રતિબંધ પણ લગાવ્યો છે.

5. અમેરિકાએ લાદેલા ટેરિફની ભારત પર કોઈ અસર નહી 

બુધવારે યુએસ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે ભારત પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે ભારત આપણા પર 100% ટેરિફ લાદે છે. આ બિલકુલ યોગ્ય નથી. ટેરિફ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા જે-તે દેશે લાદેલા ટેરિફ મુજબ જ તે દેશો પર ટેરિફ લાદશે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે ટેરિફ 2 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. પરંતુ ટ્રમ્પની જાહેરાતની ભારતીય બજાર પર કોઈ અસર જોવા મળી ન હતી અને સેન્સેક્સ-નિફ્ટી મજબૂત મોમેન્ટમ સાથે ખુલ્યા હતા અને ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. ટેરિફ વોર વચ્ચે, ભારત પએ અમેરિકાના આ ટેરિફ વોરની કોઈ અસર જોવા મળી નથી. 

Related News

Icon