Home / World : Ukraine killed 3,000 of Kim Jong-un's soldiers, Zelensky's big claim

યુક્રેને કિમ જોંગના 3 હજાર સૈનિકોને માર્યા, રશિયા સાથે લડાઈ વચ્ચે ઝેલેન્સ્કીનો મોટો દાવો

યુક્રેને કિમ જોંગના 3 હજાર સૈનિકોને માર્યા, રશિયા સાથે લડાઈ વચ્ચે ઝેલેન્સ્કીનો મોટો દાવો

છેલ્લા કેટલાક વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બંને પક્ષે મોટી ખુવારી થઈ છે. યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ઉત્તર કોરિયાના સૈનિકોને લઈને મોટો દાવો કર્યો છે કે, તેઓ યુદ્ધમાં રશિયાની મદદ માટે મોરચે આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચોઃ કૈલા માતાના દર્શન કરી ગુજરાત પરત આવતી કાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર, એક જ પરિવારના 5નાં મોત અને 15 ઘાયલ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે, આ યુદ્ધમાં રશિયાની મદદ કરવા આવેલા ઉત્તર કોરિયાના 3,000થી વધુ સૈનિકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. ઝેલેન્સકીએ ભય વ્યક્ત કર્યો કે ઉત્તર કોરિયા ટૂંક સમયમાં રશિયાની મદદ માટે મોસ્કોમાં વધુ સૈનિકો અને હથિયારો મોકલી શકે છે. જે રીતે ઉત્તર કોરિયા આ યુદ્ધમાં રશિયાની મદદ કરી રહ્યું છે. વિશ્વભરના નેતાઓ તેના વિશે કશું કહી રહ્યા નથી. 

દક્ષિણ કોરિયાની સેનાએ પણ કહ્યું છે કે, એવા સ્પષ્ટ સંકેતો છે કે ઉત્તર કોરિયા સુસાઈડ ડ્રોન સહિત અત્યાધુનિક હથિયારો અને સૈનિકો રશિયા મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

જણાવી દઈએ કે આ પહેલા યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં ઉતરતી વખતે રશિયાના મિત્ર ઉત્તર કોરિયાએ પોતાના 10 હજાર સૈનિકોને મોસ્કો મોકલ્યા હતા. નાટોએ તેની સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, હવે ઉત્તર કોરિયા પણ રશિયાના યુક્રેન સાથેના ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં સામેલ થઈ ગયું છે. તે રશિયાની મદદ માટે મોસ્કોમાં પોતાના સૈનિકો મોકલી રહ્યો છે.

જૂન મહિનામાં પુતિન ઉત્તર કોરિયા ગયા હતા

અગાઉ જૂન મહિનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉત્તર કોરિયાની મુલાકાતે ગયા હતા. તેઓ 24 વર્ષ પછી ઉત્તર કોરિયા ગયા હતા, જ્યાં પ્યોંગયાંગ એરપોર્ટ પર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને તેમનું સ્વાગત કર્યું હતું. આ પહેલા પુતિન અને કિમ જોંગ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મળ્યા હતા. ત્યારબાદ કિમ જોંગ રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં પહોંચી ગયા હતા. 

Related News

Icon