Home / World : US citizens will no longer have to pay income tax

અમેરિકાના નાગરિકોએ હવે ભરવો નહીં પડે IncomeTax! ટ્રમ્પે સરકારી ખજાનો ભરવા બનાવ્યો માસ્ટરપ્લાન

અમેરિકાના નાગરિકોએ હવે ભરવો નહીં પડે IncomeTax! ટ્રમ્પે સરકારી ખજાનો ભરવા બનાવ્યો માસ્ટરપ્લાન

રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાક મહત્ત્વના નિર્ણય લઇ રહ્યાં છે જે અમેરિકાની અર્થવ્યવસ્થા પર અસર કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઇન્કમટેક્સ વ્યવસ્થા સમાપ્ત કરવાની વકીલાત કરતા આવ્યા છે. આ વચ્ચે ટ્રમ્પે ઇન્કમટેક્સ વ્યવસ્થા ખતમ કરીને ટેરિફ વધારવાની વાત કરી છે. ટ્રમ્પે ફ્લોરિડાના ડોરલમાં આયોજિત 2025 રિપબ્લિકન ઇશ્યૂઝ કૉન્ફ્રેન્સમાં ઇન્કમટેક્સ વ્યવસ્થા ખતમ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો જેથી અમેરિકન નાગરિકોની ડિસ્પોઝેબલ ઇન્કમ વધારી શકાય. ડિસ્પોઝેબલ ઇન્કમનો અર્થ એવી આવક સાથે છે જે ટેક્સ અને બીજા સોશિયલ સિક્યુરિટી ચાર્જ આપ્યા બાદ બચે છે. ટ્રમ્પ દાવો કરે છે કે આમ કરવાથી અમેરિકામાં તે વ્યવસ્થા પાછી આવશે જેના કારણે અમેરિકા અમીર બન્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આપણે નાગરિકો પર ટેક્સ લાદવાની જરૂર નથી- ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અમેરિકાએ એવી વ્યવસ્થામાં પાછા ફરવાનો સમય આવી ગયો છે જેણે આપણને પહેલા કરતાં વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યા. વિદેશી રાષ્ટ્રોને સમૃદ્ધ બનાવવા માટે આપણા નાગરિકો પાસેથી ટેક્સ લેવાની જગ્યાએ આપણે આપણા નાગરિકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી રાષ્ટ્રો પર કર લાદવો જોઈએ."

ટેરિફ અમેરિકાને વધુ ધનવાન બનાવશે: ટ્રમ્પ

રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા ટૂંક સમયમાં ખૂબ જ સમૃદ્ધ બનવા જઈ રહ્યું છે. "1913 પહેલા અમેરિકામાં કોઈ આવકવેરો નહોતો અને ભૂતકાળમાં ટેરિફ સિસ્ટમ આપણને સમૃદ્ધ બનાવતી હતી." તેમણે દાવો કર્યો હતો કે ટેરિફને કારણે અમેરિકાએ 1870-1913 વચ્ચેનો સૌથી સમૃદ્ધ સમયગાળો જોયો છે. ટ્રમ્પે 1887ના મહાન ટેરિફ આયોગનો ઉલ્લેખ કરતા કહ્યું, તે સમયે અમેરિકા એટલું ધનવાન હતુ કે સરકાર પાસે આ નક્કી કરવા માટે આયોગ બનાવવો પડ્યો હતો કે આ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

આ પણ વાંચો: અમેરિકામાં પોલીસ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને શોધવા ગુરૂદ્વારામાં પહોંચતા શીખો ભડક્યા

ટેરિફ શું છે?

સામાન્ય રીતે કોઈપણ સરકાર દ્વારા આયાત અને નિકાસ પર ટેરિફ લાદવામાં આવે છે. માલની આયાત પર લાદવામાં આવતી ડ્યુટીને ટેરિફ પણ કહેવામાં આવે છે. ટેરિફના બે ફાયદા છે. પ્રથમ, તે સરકારને આવક પૂરી પાડે છે અને બીજું, સ્થાનિક ઉત્પાદકોને ફાયદો થાય છે કારણ કે દેશમાં ઉત્પાદિત માલની કિંમત આયાત કરતા ઓછી હોય છે.

Related News

Icon