
પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા અમેરિકનો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.
અમેરિકાએ જાહેર કરી એડવાઇઝરી
લાહોરમાં ડ્રોન વિસ્ફોટ અને એરસ્પેસમાં ઘૂસણખોરીના સમાચાર વચ્ચે અમેરિકાના વાણિજ્ય દૂતાવાસે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, દૂતાવાસના સમગ્ર સ્ટાફને શેલ્ટર-ઇન-પ્લેસ એટલે કે સુરક્ષિત સ્થળો પર રોકાવાનો આદેશ આપવામાં આવ્યો છે.
https://twitter.com/ANI/status/1920420221388529668
લાહોરના મુખ્ય એરપોર્ટ પાસે વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી શકે છે. શહેર અને એરપોર્ટ આસપાસ ડ્રોનના વિસ્ફોટ અને એરસ્પેસ ઉલ્લંઘનના રિપોર્ટ સામે આવ્યા છે.સ્થિતિ સંવેદનશીલ અને ઝડપથી બદલાઇ રહી છે.
અમેરિકાના નાગરિકો માટે આદેશ
જે અમેરિકન નાગરિકો સંઘર્ષના સક્રિય ક્ષેત્રમાં છે તે જો સુરક્ષિત રીતે નીકળી શકે છે તો તે તરત જ નીકળી જાય. જો ના નીકળી શકતા હોય તો જ્યાં છે ત્યા જ રોકાય અને ખુદને સુરક્ષિત કરે.
25 ડ્રોન્સને તોડી પાડવાનો પાકિસ્તાનનો દાવો
પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો કે અમે 25 હેરપ ડ્રોન્સને તોડી પાડવામાં આવ્યા છે, લાહોર અને કરાચીમાં તોડી પાડવામાં આવ્યા છે.પોતાના દાવાના સમર્થનમાં પાક સેનાએ કેટલીક તસવીરો પણ બતાવી છે. જોકે, તેની પૃષ્ટી કરી શકાઇ નથી.પાક સેનાએ કહ્યું કે ભારતનું આ એક્શન ગંભીર છે. જનરલ ચૌધરીએ કહ્યું કે આ ખુલ્લી રીતે ઉકસાવનારી કાર્યવાહી છે, તેમને કહ્યું કે અમારી સેના પુરી રીતે એલર્ટ છે.