Home / World : US President Donald Trump will make a big splash on March 4, new announcement creates a stir worldwide

US રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 4 માર્ચે કરશે મોટો ધડાકો, નવી જાહેરાતથી વિશ્વભરમાં ખળભળાટ

US રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 4 માર્ચે કરશે મોટો ધડાકો, નવી જાહેરાતથી વિશ્વભરમાં ખળભળાટ

જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં એક પોસ્ટે દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી છે. વ્હાઈટ હાઉસના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પરની પોસ્ટમાં કહેવાયું છે કે, ‘આવતીકાલની રાત મોટી થવાની છે. હું તમને તેના વિશે બરાબર કહીશ.’ આ પોસ્ટ બાદ વિશ્વભરમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, શું ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે બદલો લેવાની તૈયારી કરી છે અથવા પુતિન સાથે બેઠક યોજી કોઈ મોટો બોંબ ફોડવાના છે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રમ્પની પોસ્ટથી વિશ્વભરમાં ખળભળાટ
ટ્રમ્પે આ પોસ્ટ પહેલા પણ એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કહ્યું છે કે, ‘એકમાત્ર રાષ્ટ્રપતિ, જેમણે યુક્રેનની કોઈપણ જમીન રશિયાને ન આપી અને તે છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ... યાદ રાખો કે જ્યારે નબળા અને બિનઅસરકારક ડેમોક્રેટ્સ ટીકા કરે છે, ત્યારે ફેક ન્યૂઝ ખુશીથી તેમણે કહેલી વાતો સામે રાખી દે છે!’

 

યુક્રેન મુદ્દે મોટી બેઠક કરશે ટ્રમ્પ

મળતી માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા દ્વારા યુક્રેનને અપાતી સૈન્ય મદદ રદ કરવાની ચર્ચા કરવા માટે પોતાના સાથીઓ સાથે બેઠક કરશે. યુક્રેનને જે મદદ કરાતી હતી, તે અગાઉના વહિવટીતંત્ર દ્વારા ફાળવવામાં આવી હતી. ટ્રમ્પ તંત્રના એક અધિકારીએ કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ યુક્રેન માટે નવા વિકલ્પો પર વિચાર કરવા તેમજ તેમની સામે કાર્યવાહી કરવા માટે વિદેશમંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ સહિત અધિકારીઓ સાથે બેઠક કરશે.
 

ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે થઈ હતી બોલાચાલી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી વચ્ચે તાજેતરમાં જ કેમેરા સામે બોલાચાલી થઈ હતી. આ મામલો એ હદ સુધી પહોંચ્યો કે ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું. ચર્ચા દરમિયાન ટ્રમ્પનું તીક્ષ્ણ વલણ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે ખનિજ સોદા માટે યુક્રેન પર દબાણ કર્યું અને કહ્યું કે, 'કાં તો તમે સોદો કરો અથવા અમે (શાંતિ પ્રક્રિયામાંથી) બહાર થઈ જઈશું.' ઓવલ ઑફિસમાં એક બેઠક દરમિયાન ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી પર પ્રહાર કરતાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે.' ત્યારબાદ ઝેલેન્સકી અચાનક અમેરિકા સાથે મહત્ત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા. 

ઝેલેન્સકીએ કહ્યું- હું માફી નહીં માંગું

મળતી માહિતી અનુસાર, ઝેલેન્સકીએ ટ્રમ્પ સાથેના તેમના વ્યવહાર માટે માફી માંગવાનો ઇન્કાર કર્યો હતો. જો કે ઝેલેન્સકીએ સ્વીકાર્યું કે, જે પણ થયું તે બંને પક્ષો વચ્ચેના સંબંધો માટે સારું નથી. ટ્રમ્પ સાથે મુલાકાત કરી યુક્રેન પહોંચ્યા બાદ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, ‘અમારા માટે ટ્રમ્પનું સમર્થન મહત્ત્વનું છે. તેઓ યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે, પરંતુ અમારાથી વધુ કોઈપણ દેશ શાંતિ ઇચ્છતો નથી. અમે લોકો યુક્રેનમાં યુદ્ધ વચ્ચે જીવી રહ્યા છીએ. આ અમારી આઝાદી અને અસ્તિત્વની લડાઈ છે. રાષ્ટ્રપતિ રીગને એક વખત કહ્યું હતું કે, માત્ર યુદ્ધ જ શાંતિ સ્થાપવાની બાબત નથી. અમે ન્યાયપૂર્ણ અને કાયમી શાંતિ-સ્વતંત્રતા, ન્યાય અને તમામ લોકો માટે માનવાધિકાર ઇચ્છી રહ્યા છીએ. યુક્રેન પુતિન સાથે યુદ્ધવિરામ નહીં કરે. તેમણે છેલ્લા 10 વર્ષમાં 25 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. વાસ્તવિતા એ છે કે, માત્ર શાંતિ જ એકમાત્ર સમાધાન છે.’

Related News

Icon