
અમેરિકાના ટેક્સાસમાં એક પ્લેન રનવેની જગ્યાએ રોડ પર લેન્ડ થયું હતું. વિમાન રસ્તા પર ઉતરતાની સાથે જ બે ટુકડા થઈ ગયું. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. વિમાન રસ્તા પર ઉતરતી વખતે અનેક કારને પણ અથડાયું હતું. આ અકસ્માત બાદ વિમાનનો કાટમાળ રસ્તા પર વિખરાયેલો જોવા મળ્યો હતો. આ ઘટના બુધવારે બપોરે સાઉથ ટેક્સાસના વિક્ટોરિયા શહેરમાં સ્ટેટ હાઈવે પર બની હતી.
જુઓ પ્લેન લેન્ડિંગનો વીડિયો
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
વિક્ટોરિયા પોલીસ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પોલીસ ચીફ એલિન મોયાએ જણાવ્યું હતું કે, "અમને ખુશી છે કે પરિસ્થિતિ વધુ ખરાબ નથી થઈ. આ એવું નથી જે આપણે દરરોજ જોઈએ છીએ. અમને આનંદ છે કે લોકો ઠીક છે." ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત સ્થિર છે, એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.